બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Modified: ગુરુવાર, 13 ઑક્ટોબર 2022 (10:10 IST)

આગામી પાંચ દિવસ સુધી થઇ શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી ભવિષ્યવાણી

rain in gujarat
એક તરફ ચોમાસાની વિદાય થવા જઈ રહી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ, હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 5 દિવસ સુધી સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
 
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સાંજના અંત સુધીમાં વરસાદ વરસ્યો હતો. નોંધનીય છે કે વરસાદથી શહેરીજનોને ગરમી અને ભેજમાંથી રાહત મળી છે. બીજી તરફ ડાંગરના પાકને નુકસાન થવાની શક્યતાઓથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
 
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે શિયાળો શરૂ થશે ત્યારે 22 ડિસેમ્બર પછી ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે અને ઠંડી લાંબા સમય સુધી રહેશે. ગુજરાતમાં ઉત્તર દિશામાંથી ફૂંકાતા સીધા પવનને કારણે કડકડતી ઠંડી પડશે. ઠંડા અને સૂકા પવનો બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે. પરંતુ હવે બેવડી ઋતુનો અહેસાસ થશે અને ડિસેમ્બરમાં ઠંડી પડશે.
 
નોંધનીય છે કે, આ વર્ષે ગુજરાત પર વાદળો મહેરબાન જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સરેરાશ 119.61 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં 186 ટકા, ઉત્તર ગુજરાતમાં 121 ટકા, પૂર્વ ગુજરાતમાં 96 ટકા, સૌરાષ્ટ્રમાં 109 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 132 ટકા નોંધાયો છે.