ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 13 જાન્યુઆરી 2021 (10:57 IST)

રાજકોટમાં BMW કાર ચાલકે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બાઇકને ટક્કર મારી, કોર્પોરેશનના કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત

રાજકોટમાં મોડી રાત્રે 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ નજીક BMW કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. થોરાળા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પૂરપાટ ઝડપે આવતી BMW કારે બાઇકચાલકને હડફેટે લીધો હતો. કોર્પોરેશન ખાતે ઢોર પકડતા કર્મચારી નોકરી કરીને પોતાના ઘરે તરફ જતા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, BMW કાર લક્કીરાજ ભગવાનજી અકવાલિયા ચલાવતો હતો અને લક્કીરાજે કેફી પદાર્થ પીધું હતું. જેના નશામાં કાર પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. પોલીસે લક્કીરાજની અટકાયત કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, રૈયા ગામના 40 વર્ષિય જયંતિભાઈ રાઠોડ કોર્પોરેશનમાં ઢોર પકડવાનું કામ કરે છે. તેઓ પોતાની નોકરી પતાવીને પોતાના બાઈક લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન એક પુરપાટ ઝડપે આવતી BMW કારે તેમને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.