શુક્રવાર, 24 માર્ચ 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified બુધવાર, 13 જાન્યુઆરી 2021 (07:40 IST)

PM Modi ના કાર્યક્રમમાં મોટો ફેરફાર કેવડિયા રેલ્વે સ્ટેશન ઉદ્ઘાટનની તારીખ બદલાઈ

પીએમ નરેન્દ્ર મોદી આગામી 16મી તારીખે ગુજરાતના ડભોઈથી કેવડિયા રેલ્વે લાઈનનું અને કેવડિયા રેસ્ટેશનનું ઉદ્ઘાટન નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવાના હતા.
 
આ કાર્યક્રમની તારીખ આગળ વધીને હવે 17મી જાન્યુઆરી થઈ છે. દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ સુરત મેટ્રોરેલ પ્રોજેક્ટના ખાતમુહૂર્તનો તથા મોટેરાથી ગાંધીનગર મહાત્મામંદિર સુધીના બીજા તબક્કાના અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેક્ટના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યથાવત્ રીતે ૧૮મી જાન્યુઆરીએ યોજાશે.