રાજકોટ સમાચાર - રાજકોટમાં ડબલ મર્ડર, ધોળે દિવસે સંબંધોની હત્યા  
                                       
                  
                  				  
	રાજકોટમાં ડબલ મર્ડરની ઘટના આવી સામે  છે. જંકશન પ્લોટ વિસ્તાર પાસે સરાજાહેર મહિલા સહિત કુલ બેની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ એક મહિલાને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા 
				  										
							
																							
									  
	પીઆઇ એલ એલ ચાવડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે
	 
	પત્ની અને મામજીની હત્યા કરી આરોપી ઇમરાન પઠાણે તેમના બે બાળકો સાથે ખુદ પર પેટ્રોલ નાખીને સળગવાનો પ્રયાસ કર્યો , જેમ બે બાળકોની હાલત ગંભીર છે. બાળકો અને આરોપી ઇમરાન પઠાણ હાલ સારવાર હેઠળ  હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઇમરાનના સાસુ ફિરોઝ બેનને પણ ઇજા થતાં સિવિલમાં દાખલ
				  
	 છે. પતિ- પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડો થતો, છુટાછેડાનો કોર્ટમાં મામલો પહોંચ્યા બાદ બાળકોની કસ્ટડીને લઈને   બન્નેએ દાવો કર્યો હતો, સમાધાન બાદ સાથે રહેતા હતા, પરંતુ ફરી આજે ઝઘડો થતા ખૂની ખેલાયો. અને એક પારિવારિક ઝગડાનો કરૂણ અંજામ આવ્યો.