સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (12:37 IST)

ગુજરાતમાં ખાનગી સ્કૂલોની ફી માફી અંગે આજે હાઇકોર્ટ આપશે ચુકાદો

રાજ્યમાં ખાનગી સ્કૂલોની ફી વિવાદ મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે. ત્યારે વાલીઓને ફીમાં 25 ટકાની રાહત મળવાની આશા છે. સ્કૂલ ફી વિવાદમાં શાળા સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં ગુરૂવારે સોગંદનામું કરીને 25 ટકા માફીની ફોર્મ્યૂલાનો જાકારો આપ્યો હતો પરંતુ હાઈકોર્ટે વાલીઓને રાહત આપવાની તરફેણ કરી છે તે જોતાં 25 ટકા ફી માફીનો ચુકાદો હાઈકોર્ટ આપે તેવી શક્યતા છે. હાઈકોર્ટમાં એક સોંગદનામું રજૂ કરવામાં આવ્યું છે. આ અરજી પર ચીફ જસ્ટિસની ખંડપીઠમાં સુનાવણી થશે.
 
સ્કૂલ ફી વિવાદના મુદ્દે શાળા સંચાલકોએ સરકારની સમાધાન ફોર્મ્યૂલા સ્વીકાર્ય ન હોવાનું સોગદનામું કર્યું છે. તેમનો દાવો છે કે, ફી રેગ્યુલેટરી કમિટી એફઆરસીની મંજૂર ફીનો વધારો જતો કરવા અમે તૈયાર છીએ ત્યારે 25 ટકા ફી માફી વધારે છે. સંચાલકોએ ગયા વર્ષની ફી યથાવત રાખી 5 ટકાથી 12 ટકા રાહત આપવાની તૈયારી બતાવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના કેસ ટુ કેસ બેઝ પર ફી માફીની પણ તૈયારી દર્શાવી છે.
 
મહત્વનું છે કે ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ફીના વધારાને મંજૂરી આપવામાં આવી છે તેમ છતા સ્કૂલે આ વધારો માફ કર્યો છે. જ્યારે બીજી તરફ મેડિકલ અને ડેન્ટલ કોલેજે ફીમાં ઘટાડો નથી કર્યો અથવા તો વસૂલવાનું પણ ચાલું જ રાખ્યો છે. જ્યારે આજની તારીખ સુધી આ કોલેજોમાં અભ્યાસ શરું થયો નથી. તેની જગ્યાએ પ્રાઈવેટ સ્કૂલો તો લોકડાઉનના પહેલા દિવસથી જ ભણાવી રહી છે. પ્રી પ્રાઈમરી સ્તરે ખુલી જ નથી જેથી આ વર્ષે એડમિશન પણ ન થયા હોવાથી સ્કૂલોને પણ આર્થિક ફટકો પડ્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટ શુક્રવારે વધુ સુનાવણી કરશે.