બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :અમદાવાદ. , બુધવાર, 11 ડિસેમ્બર 2024 (18:11 IST)

Rajkot Fire Incident: રાજકોટમાં આવેલ નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, અગ્નિશમનનો કાફલો હાજર

gopal snake
gopal snake
 ગુજરાતના રાજકોટની જાણીતી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગ લાગી ગઈ. નજારો જોતા લાગી રહ્યુ હતુ કે આગે વિકારાળ રૂપ ધારણ કરી લીધુ છે અને ધુમાડાનો ગુબ્બાર દૂર સુધી જોવા મળી રહ્યો છે. ઘટનાની માહિતી મળતા અગ્નિશમન વિભાગ ઘટનાસ્થળ પર પહોચી ગયો છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 
 
મળતી માહિતી મુજબ રાજકોટના લોધિકા તાલુકામાં મેટોડા જીઆઈડીસી સ્થિત ગોપાલ નમકીન ફેક્ટરીની ઉત્પાદન એકમમાં આજે સવારે આગ લાગી ગઈ. જોત જોતામાં આગે ભયાનક રૂપ ધારણ કરી લીધુ. જેનાથી ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા.  આગ લાગવાથી ફેક્ટરીમાં કામ કરનારા કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ.   આગ લાગવાની ઘટના પછી આસપાસના લોકો જમા થઈ ગયા. થોડીવાર સુધી ઘટનાસ્થળ પર અફરા તફરી મચી ગઈ. 
 
 આગ લાગવાની ઘટનાની માહિતી અગ્નિશમન વિભાગની ટીમને આપવામાં આવી. જ્યારબાદ અગ્નિશમન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોચી. અગ્નિશમન કર્મચારેઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.  ભીષણ આગ પછી રાજકોટથી અગ્નિશમન વિભાગની  ટીમ પણ મોકલવામાં આવી છે. આગ છેલ્લા ત્રણ કલાકથી ભડકી છે અને અત્યાર સુધી તેના પર કાબુ મેળવી શકાયો નથી.