બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (14:24 IST)

રાજકોટઃ દવાના નામે મોટું કૌભાંડ

રાજકોટમાં બોગસ ડોક્ટર એક્સપાયર દવાઓ , ચ્યવનપ્રાશ , સીરપ ડ્રમમાં નાંખી મિક્ષ કરી ઈમ્યુનિટી બુસ્ટર બનાવી વેચતો , 1 કરોડનો જથ્થો જપ્ત , દરોડા યથાવાત • એક્સપાયરી ડેટ વાળી દવાના સ્ટીકર બદલાવી નવી ડેટ નાખી દવા વેચતો ગઈકાલે રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં SOG પોલીસ દ્વારા ડુપ્લિકેટ તબીબ પરેશ પટેલના ક્લિનિક અને તેના ગોડાઉનમાં દરોડા કરવામાં આવ્યા હતા . અહીંથી શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો હતો . જે સતત બીજા દિવસે ચાલુ રાખી તેમની અન્ય જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરી છે . પોલીસ પૂછપરછમાં પરેશ પટેલે કબૂલ્યું હતું કે , તે અલગ અલગ જગ્યાઓથી એક્સપાયર થયેલા સીરપ કે જે કફ , કિડની તેમજ અન્ય વિટામિનની દવાઓ લઈ આવતો હતો . સીરપને ડ્રમમાં નાંખી તેમાં ચૂર્ણ તેમજ ચ્યવનપ્રાશ નાખીને આયુર્વેદિક દવાનું લેબલ લગાવીને ઇમ્યુનિટી બુસ્ટર , મધુમેહ નાશક જેવા નામથી વેચતો હતો . આવી 1 કરોડની દવા જપ્ત કરાઇ છે .