શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 જુલાઈ 2018 (12:01 IST)

ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદ ચાલુ - રાજકોટમાં આભફાટયું રામનાથ મહાદેવ પર થયો વરસાદનો જળાભિષેક

રાજકોટ:ગોંડલ તાલુકાના પાટીયાળી ગામ નજીક આવેલ મોતીસર ડેમ ઓવરફલો....પાટીયાળીથી રાજકોટ જતાં માર્ગ ઉપર નાલાનું ધોવાણ...
 
ગોંડલના રાણસીકી ગામની કમોતડી નદીમાં પુર સાથે બે કાંઠે...

રાજકોટના ન્યારી -1 ડેમમાં 5 ફૂટ પાણી આવતા સપાટી 9 ફૂટે પહોંચી. શહેરની મધ્યમાં આવેલ આજી નદી બંને કાંઠે વહી, નદીની મધ્યમાં આવેલ રામનાથ મહાદેવ પર થયો વરસાદનો જળાભિષેક, રામનાથ મંદિરમાં પણ 
વરસાદી પાણી ફરી વળ્યા, મંદિર પાણીમાં ડૂબતા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટ્યા....
 
રાજકોટ પંથકના જસદણમાં 1.5 ઇંચ વરસાદ ધોધમાર વરસાદ પડતા ગોઠણડૂબ પાણી ભરાયા.જસદણ ની ભાદર નદી માં ઘોડાપુર આવ્યું.લોકો નવા નીર ને વધાવવા ટોળા ઉમટી પડ્યા
 
રાજકોટ : શાપર વેરાવળમાં ધોધમાર વરસાદ....ઝુપડા પાણીમાં તણાયા...લોકો ના ઘરમાં પાણી ઘુસી ગયા...
હાઈવે ના બને સર્વિસ રોડ બંધ થયા, ટ્રાફિકજામ સર્જાયો....
 
બળધોઈ માં મેઘરાજા ની અસીમ કૃપા. . . . ગામ નું તળાવ 2 કલાક માં જ  ઓવરફ્લો
 
વીરપુર પંથકમાં ધોધમાર વરસાદ ચાલુ....
ધોધમાર વાવણી લાયક વરસાદ થી જગતનાતાત ખુશખુશાલ...
 
દાળીયા ગામમા મંદીર મા પાણી ઘૂસ્યા ગામ ના લોકોને  સ્થળાંતર કર્યું  અને ભોજન વ્યવસ્થા કરી
 
જસદણમાં 3 કલાકમાં ધોધમાર 3 ઇંચ વરસાદ :  પોલરપર, બાખલવડ, નાની લાખાવડ, વિરનગર, કનેસરા, દેવપરા સહિતના ગામોમાં ભારે વરસાદથી ખારીનદીમાં ઉમટેલું 
તોફાની વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવતા  જોવા માટે લોકોના ઉમટેલા ટોળાં