રાજકોટમાં મલ્હારનો પ્રારંભ, મુખ્યપ્રધાન રુપાણી કરશે ઉદ્ઘાટન

Last Modified ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (13:19 IST)

રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આજથી પાંચ દિવસ મલ્હાર લોકમેળાનો પ્રારંભ થશે. લોકમેળાનું ઉદઘાટન આજે સાંજે 6 વાગ્યે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. ઉદઘાટન અવસરે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સરપ્રાઇઝ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં આગોતરી તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. લોકમેળામાં 178 રમકડાનાં સ્ટોલમાં અવનવા રમકડાઓ ગોઠવાઇ ગયા છે. ખાણીપીણીના સ્ટોલોમાં ધમધમાટ શરૂ થયો છે. 

આભને આંબતી અવનવી રાઇડઝના ફિટનેસ પ્રમાણપત્રો આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. લોકમેળામાં આજ સાંજથી ઉદઘાટન બાદ મેદનીની જમાવટ થશે. સાતમ-આઠમના તહેવારોનો ઉમંગ ઓણ સારો વરસાદ થતાં લોકોમાં આસમાને પહોંચ્યો છે. પાંચ દિવસ લોકો તમામ સમસ્યા મુશ્કેલી કોરાણે મુકીને મેળાની મોજ માણવા ઉમટી પડશે. જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે તેવુ લોકમેળા સમિતિના અઘ્યક્ષ અને કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
રંગીલા રાજકોટની આગવી ઓળખ એટલે પ્રતિવર્ષ યોજાતો લોકમેળો. હૈયે-હૈયું દળાય તેટલો માનવ મહેરામણ આ મેળામાં ઉમટી પડે છે. એક અંદાજ મુજબ દર વર્ષે દસેક લાખ લોકો મેળામાં મહાલે છે. નાનાં બાળકોથી માંડીને શતાયુ નાગરિકો સુધીના દરેક રાજકોટવાસી માટે મેળો એ આખું વર્ષ રાહ જોવાનો પ્રસંગ છે. આ મેળો માત્ર કહેવા પૂરતો જ લોકમેળો છે, બાકી તો સમાજના તમામ સ્તરરના લોકો અહીં આવે છે, અને મેળાની મજા લૂંટે છે. અહીંના લોકમેળામાં કોલેજીયનો તો મોજ કરે જ છે, પણ નાકનું ટીચકું ચડાવીને ફરતા આધુનિક વિચારસરણી ધરાવતા બુધ્ધિાગમ્યન નાગરિકો પણ એટલા જ રસથી મેળાપાન કરતા હોય છે. જેમ શિયાળો એ આખા વર્ષની તાજગી ભરી લેવાની મોસમ છે, એમ પ્રત્યેટક રાજકોટવાસી માટે મેળો એ આખા વર્ષની મસ્તીા માણી લેવાનો અવસર છે.


રાજકોટનો જન્માષ્ટમીનો લોકમેળો જિલ્લા વહીવટી તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા આયોજીત થાય છે. આ રંગીલા શહેર રાજકોટનાં જન્માષ્ટમીનાં લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્રનાં નાનકડા ગામડાથી માંડી મોટા શહેરનાલોકો જન્માષ્ટમી પર્વની દબદબાભેર ઉજવણી કરે છે. આ મેળામાં માત્ર ગુજરાતમાંથી જ નહિ, દેશનાં અનેક રાજયોમાંથી લોકો ધંધા-રોજગારી માટે આવે છે , જેમાં અલગ-અલગ રાઇડસ, જાદુનાં ખેલ , મોતનો કૂવો, રમકડાંઓ, ઇમીટેશન વસ્તુઓ, હેન્ડીકાફટની વસ્તુઓ, ખાણી-પીણીનાં સ્ટોલ વગેરે નાંખી ધીંગી વરસ દરમ્યાનની કમાણી પણ કરી લે છે.
મેળામાં ચાર જુદા-જુદા સ્થળે એલ.ઇ.ડી.સ્ક્રીન દ્વારા મેળાનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે. લોકમેળા અમલીકરણ સમિતિના હિસાબોનું પ્રતિ વર્ષ ઓડિટ કરાવવામાં આવે છે. અને આ સમિતિને થતી આવક શહેરના તથા જિલ્લાણના યાત્રાધામોના વિકાસકાર્યો પાછળ ખર્ચવામાં આવે છે. અંશત: આવક મુખ્યમંત્રીના રાહત નિધિ ભંડોળમાં પણ જમા કરાવવામાં આવે છે. 
ગત વર્ષના લોકમેળાની આવકમાંથી રૂ. એક કરોડ એકાવન લાખની રકમમાંથી તા.2 ઓગસ્ટ-2019ના રોજ દિવ્યાંગોને સાધન-સહાય પેટે ચકવાયા છે. કુદરતી આપત્તિકઓ, અને અન્યથ વિકાસકામોમાં પણ આ રકમ વાપરવામાં આવે છે. લોકમેળાની બચેલી આવકમાંથી રાજકોટ જિલ્લાંમાં ઘેલા સોમનાથ મંદિર, ઇશ્વઅરિયા પાર્ક , ઇવનીંગ પોસ્ટે, કબા ગાંધીનો ડેલો, જામટાવર, પથિકાશ્રમ સહિતના વિકાસના અનેક કામો કરાયા છે.
 
 
 
 


આ પણ વાંચો :