મુખ્યમંત્રીએ દ્વારકાધીશના ચરણોમાં માથું ટેકવ્યું, શિવરાજપુર બીચનો પ્રવાસનધામ તરીકે વિકસાવવાનો વિચાર દેવભૂમિ દ્વારકા

Last Updated: સોમવાર, 19 ઑગસ્ટ 2019 (11:46 IST)

ગુજરાત વાયુ વાવાઝોડા માંથી સહી સલામત ઉગરી જતા આજે હું ભગવાન દ્વારકાધીશને માથું ટેકવવા આવ્યો છું" તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દ્વારકા ખાતે આવેલ જગપ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિરની મુલાકાત વેળાએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પાદુકાનું પૂજન પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તાજેતર ના ભૂતકાળ માં જયારે ગુજરાત ઉપર વાયુ વાવાઝોડાનો ખતરો હતો ત્યારે મેં ભગવાન દ્વારકાધીશને અને સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી કે ગુજરાતને આ વાવાઝોડાની અસરથી મુક્ત રાખે અને ગુજરાત આ
વાવાઝોડા માંથી સહી સલામત રીતે ઉગરી જાય. એ સન્દર્ભ માં
આજે હું દ્વારકાધીશ ને માથું ટેકવવા આવ્યો છું અને આવતીકાલે હું સોમનાથ દાદાના દર્શને પણ જવાનો છું.
આ તકે દ્વારકા પાસે આવેલ શિવરાજપુર બીચનો પ્રવાસન ધામ વિકાસ થાય તે દિશામાં રાજ્ય સરકાર વિચારણાધિન હોવાનું પણ જણાવ્યું હતુ.આ પ્રસંગે મુખ્ય મંત્રીના હસ્તે કેન્દ્ર સરકારની HRIDAY અંતર્ગત દ્વારકા નગરપાલિકા દ્વારા ગોમતીપુર ઘાટ પાસે આવેલ સુદામા સેતુ ચોકમાં નિર્માણ પામેલ શ્રી આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજીએ મુખ્યમંત્રીને ગુરુ ગાદીનું અને પાદુકાનું પૂજન કરાવ્યું હતું. દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ મુખ્યમંત્રીનું દ્વારકાધીશ ભગવાનની મૂર્તિ આપી તેમજ દ્વારકા સ્થિત કાન્હા વિચાર મંચના સભ્યોએ મુખ્યમંત્રીને કૃષ્ણની છબી આપી સ્વાગત કર્યું હતું.


આ પણ વાંચો :