સંબંધિત સમાચાર
- હવામાન વિભાગે હજુ 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી
- વિધાનસભાની પેટાચૂંટણીનો ધમધમાટ, ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી
- મારા પતિને તુ ખૂબ ગમે છે એની સાથે સબંધ રાખીશ તો મને વાંધો નથી
- સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષા પલટી ગઇ, ચાલક નશામાં ધૂત હોવાનો આક્ષેપ
- ગજબનું છે ગુજ્જુ દિમાગ: 32 વર્ષીય 'અમદાવાદી' 81 વર્ષીય વૃદ્ધ બની ગયો, જાણો કેમ?
રસ્તા પર ખાડો ન પુરાતા રાજકોટવાસીઓએ સૂઇને કર્યો અનોખો વિરોધ
ગુજરાતમાં ભારે વરસાદ બાદ મોટાભાગના રસ્તાઓ ધોવાઇ ગયા છે અને અનેક જગ્યાએ નાના મોટા ખાડા પડેલા દેખાય છે. આ વાત માત્ર એક જગ્યાની નથી આખા રાજ્યમાં આવો જ હાલ છે. રાજકોટ શહેરના ગ્રીન લેન્ડ ચોકડી પાસે રહેતા સ્થાનિકોએ ખાડામાં સૂઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાજકોટમાં ભારે વરસાદને કારણે ખાડા પુરવામાં ન આવતા લક્ષ્મણભાઇ બથવાર નામના વ્યક્તિ અને તેમની સાથે અન્ય એક વ્યક્તિએ અનોખો વિરોધ કર્યો છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. ત્યારે શહેરનાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી તંત્રને રજૂવાત કરવા છતાંપણ રોડ પર પડેલા ખાડા પુરવામાં આવ્યા ન હતાં. જેથી 2 નાગરિકે ખાડામાં સૂઈને અનોખો વિરોધ કર્યો છે.લક્ષ્મણભાઈ બથવારા નામના નાગરિકે કીચ્ચડવાળા ખાડામાં સૂઈને ગાબડા બુરી વિરોધ કર્યો હતો. ત્યારે જોવાનું એ છે કે તંત્ર દ્વારા શહેરમાં પડેલા ખાડા ક્યારે બુરવામાં આવે છે.
