સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 જૂન 2022 (13:13 IST)

રાજકોટ પોલીસે MD ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા સહિત 2 લોકોને ઝડપી લીધા

drugs
રાજકોટ પોલીસે ગુરૂવારના રોજ શહેરના હર્ષીલ ટાઉનશિપ વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા સહિત 2 લોકોને ઝડપી લીધા હતા. પોલીસે બાતમીના આધારે રામધામ સોસાયટી મેઈન રોડ પર આવેલી હર્ષીલ ટાઉનશિપ પાસેથી એક 34 વર્ષીય મહિલા અને 24 વર્ષીય યુવકને મેફેડ્રોન નામના માદક પદાર્થના 10.75 ગ્રામના જથ્થા સાથે ઝડપી લીધા હતા.

પોલીસે 1,07,500 રૂપિયાનું મૂલ્ય ધરાવતો માદક પદાર્થનો જથ્થો અને તે સિવાય 2 મોબાઈલ, રોકડ, લેડીઝ પર્સ વગેરે સહિતનો કુલ રૂપિયા 1,22,650ના મૂલ્યનો સામાન કબજે લીધો હતો.ઝડપાયેલી મહિલાનું નામ સુધા સુનીલભાઈ ધામેલીયા છે અને તે શહેરના રૈયાધર સ્લમ ક્વાર્ટરમાં રહે છે જ્યારે 24 વર્ષીય યુવકનું નામ અનિરૂધ્ધસિંહ અરવિંદસિંહ વાઘેલા છે અને તે સ્ટર્લિંગ હોસ્પિટલની પાછળ આવેલા ધરમનગર ક્વાર્ટરમાં રહે છે. જાણવા મળ્યા મુજબ બંને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અનિરૂધ્ધસિંહ સામે ગાંધીગ્રામ-2 યુની પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો છે. જ્યારે સુધા ધામેલીયા સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે અને અગાઉ તેની પાસા અંતર્ગત અટકાયત પણ કરવામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં પણ રાજકોટના રહેણાંક વિસ્તારમાં એક વ્યક્તિ પાસેથી મેફેડ્રોન ડ્રગનો 6.69 લાખ રૂપિયાના મૂલ્યનો 66.90 ગ્રામ વજન ધરાવતો જથ્થો મળી આવ્યો હતો.