ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 જૂન 2020 (14:58 IST)

ભાજપના ધારાસભ્યોને આદેશ, 19 જૂન સુધી ગાંધીનગર છોડવું નહીં

ગુજરાત સહિત અન્ય રાજ્યોની 18 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણીની 19 જૂને શુક્રવારે યોજાવાની છે. જેમાં ગુજરાતની 4 બેઠકો પર ચૂંટણી યોજાશે. 19મી જૂનના રોજ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે અને 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. રાજ્યસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્યોને ભેગા કરશે અને રાજ્યસભા ચૂંટણીના મતદાનની તાલીમ આપશે. 
 
રાજ્યસભાની ચૂંટણીમાં દિલ્હીથી સ્પેશિયલ ઓબ્ઝર્વર ઉપસ્થિત રહેશે. મતગણતરી સુધીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી હાજર રહેશે. મુખ્ય ચૂંટણી અધિકારી સાથે સ્પેશિયલ ઓબ્ઝર્વર હાજર રહેશે. સમગ્ર મતદાન પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. પ્રથમવાર વીડિયોગ્રાફી સાથે સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. અને પ્રથમવાર વેબકાસ્ટિંગ દ્વારા દિલ્હીથી પણ અધિકારીઓ નજર રાખી શકશે.
 
રાજ્યસભાની ચૂંટણીમાં કોરોના સંક્રમિત થયેલા ભાજપના ત્રણ ધારાસભ્ય જગદીશ પંચાલ, કિશોર ચૌહાણ અને બલરામ થાવાણીને PPE કીટ પહેરી મતદાન કરવું પડશે. જ્યારે આ સિવાયના મતદાન કરનાર દરેક ધારાસભ્યએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગ રાખવું પણ ફરજિયાત છે. 
 
તો આ તરફ ભાજપના ધારાસભ્યોને ગાંધીનગર રહેવા સૂચના આપવામાં આવી છે. આવતીકાલે સાંજે 5 વાગે સેક્ટર 12માં આવેલા ઉમિયા મંદિરમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે. પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહેશે અને પ્રેફરન્સ અને મતદાન બાબતે માર્ગદર્શન અપાશે. 18 જૂને બપોરે એક વાગ્યાથી બીજી બેઠક મળશે જેમાં ધારાસભ્યોને મતદાન અંગે માર્ગદર્શન અપાશે. 19 જૂન સુધી ગાંધીનગર નહીં છોડવા ભાજપના MLAને સૂચના અપાઈ છે. મુખ્ય દંડક પંકજ દેસાઈ દ્વારા તમામ ધારાસભ્યોને સૂચના આપવામાં આવી છે. 
 
આ રીતે યોજાશે રાજ્યસભાની ચૂંટણી
રાજ્યસભાની ચૂંટણીમાં આ વખતે સફેદ કલરનું બેલેટ પેપર હશે. 
ભારત સરકારના આરોગ્ય વિભાગની ગાઇડલાઈન મુજબ દરેક ધારાસભ્યએ ફરજિયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવું પડશે. 
મતદાન વખતે તમામ MLAનું ટેમ્પરેચર ફરજિયાત ચેક કરાશે. 
સેનેટાઇઝથી હાથ ધોવડાવીને જ મતદાનની પેન આપવામાં આવશે. 
શાહી વાળી પેન વારંવાર સેનેટાઇઝ થશે. 
વિધાનસભાના ચોથા માળે મતદાન મથક બનશે. 
પ્રોક્સી મતદાન નહીં થાય, કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ જ મતદાન થશે. 
આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને મેડિકલ માટે નોડલ ઓફિસર નીમવામાં આવ્યા,આરોગ્યની ટીમ સતત તૈનાત રહેશે. 
હાલની સ્થિતિ મુજબ રાજ્યસભામાં માત્ર 172 ધારાસભ્ય જ મતદાન કરી શકશે.