રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 17 જૂન 2020 (13:45 IST)

રાજ્યસભાની ચૂંટણી મામલે ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર MLA કવાર્ટર પહોંચવા આદેશ

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની રસાકસી ભરી ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે કૉંગ્રેસની જેમ ભાજપે પણ પોતાના ધારાસભ્યોને આજ રાત સુધી ગાંધીનગર પહોંચી જવાના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્ય સભાની રસાકસીભરી ચૂંટણી નજીક આવી ગઈ છે,ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોને આજે રાત સુધી ગાંધીનગર MLA કવાર્ટરમાં પહોંચી જવા આદેશ કરવામાં આવ્યો છે, અને દરેક ધારાસભ્યોએ વિધાનસભાના દંડક પંકજ દેસાઈને આ અંગેની કરવાના ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે. ભાજપના અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજ્યસભાની ચૂંટણીના મતદાનને પગલે ભાજપના તમામ ધારાસભ્યોને આવતી કાલ રાત સુધીમાં ગાંધીનગરના એમ.એલ.એ ક્વાર્ટર ખાતે પહોંચી જવા માટે પક્ષ દ્વારા ટેલિફોનથી જાણ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં એમ.એલ.એ ક્વાર્ટર ખાતે હાજર થયા પછી તેની જાણ પણ વિધાનસભાના દંડક પંકજ દેસાઈ ને કરવા માટે ની પણ સૂચના આપવામાં આવી છે. જ્યારે તમામ મંત્રીઓને અલગ અલગ જીલ્લાના ધારાસભ્યને સાચવવાની જવાબદારી સોંપવામાં આવી છે. અને આ તમામ મંત્રીઓ તેમને સોંપાયેલી ધારાસભ્યો ની જવાબદારી 18મી તારીખની સવારથી જ ઉપાડી લેશે જ્યારે 19મી તારીખે રાજ્યસભાના મતદાન પૂરું થયા પછી ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા પક્ષ ની મહત્વની બેઠક મળશે.