મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 16 જૂન 2020 (20:09 IST)

ગુજરાતમાં હવે રાજકિય તખતો અમદાવાદ બનતાં ભારે દાવપેચ જોવા મળશે

ગુજરાતમાં 19 જૂને યોજાનારી 4 બેઠકની રાજ્યસભા ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે.  ચૂંટણી સાવ નજીક આવી જતા ભાજપ ત્રણ બેઠક જીતવા અને કોંગ્રેસ 2 બેઠક પર વિજયી થવા માટે ખેંચતાણ કરી રહ્યાં છે. કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી રાજીનામા ધરી દીધા છે, ત્યારે હવે કોંગ્રેસ તેના 65 ધારાસભ્યમાંથી વધુ ધારાસભ્ય તૂટે નહીં તે માટે ખાસ તકેદારી રાખી રહી છે. આજે આ ધારાસભ્યોને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી લાવીને ગાંધીનગર નજીક ઉમેદ હોટેલમાં રાખવામાં આવશે. આ તમામ ધારાસભ્યો હાલ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. જેમાંથી ઉત્તર ગુજરાતના ધારાસભ્યો ઉમેદ હોટલ પહોંચી ગયા છે. આ ધારાસભ્યોને 19મીએ અહીંથી સીધા જ મતદાન માટે લઈ જવાશે. જ્યારે આ દરમિયાન ધારાસભ્યોને રાજ્યસભાના ચૂંટણીના મતદાન અંગેની તાલીમ અપાશે. ઉત્તર ગુજરાતના ધારાસભ્યો રાજસ્થાનના શિરોહીથી ઉમેદ હોટેલ પહોંચી ગયા છે.  સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટથી અમદાવાદ લાવવામાં આવી રહ્યાં છે. આ તમામ ધારાસભ્ય રાજકોટના નિલ સિટી રિસોર્ટમાંથી રવાના કરવામાં આવ્યા છે