બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 ડિસેમ્બર 2023 (13:28 IST)

રાજકોટ: વ્યાજ ન મળતા તરુણીનો કર્યો રેપ

rape case
રાજકોટના ભીસ્તીવાડમાં રહેતાં નામચીન શખસ હકુભાએ માસીની હાજરીમાં સગીર ભાણેજને બે વખત હવસનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ભોગ બનનાર સગીરાના માસીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવાઈ ગયા હોવા છતાં હકુભાએ તેમની નજર સામે બે વખત કુકર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. ફરિયાદમાં આરોપી તરીકે હકુભા ખીયાણી તેની પત્ની ખતુબેન પુત્ર મીરજાદ પુત્રવધુ સોનીબેન અને એક અજાણ્યા શખસનાં નામ આપ્યા હતા. જેને આધારે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

ભોગ બનેલી સગીરાનાં માસીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા ભાઈએ અગાઉ હકુભાના દીકરા એઝાજની પત્ની મિતલ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેના જામીનમાં મારા બહેન પડેલી હોય અને આ રૂપિયા મારા ભાઈએ મીતલને પરત આપી દીધા હતા. આમ છતા હકુભા તેમજ તેની સાથેના માણસો મારા મમ્મીના ઘરે આવી પૈસાની ઉઘરાણી કરતા હતાં. જેના ત્રાસના કારણે મારી બહેનની મોટી દીકરી એવી મારી ભાણેજે આરોપી હકુભા ખીયાણી, તેનો દીકરો મિરઝાદ, ઇકબાલ અને અલી વિરુદ્ધમાં પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવી હતી. આ ફરીયાદમાં સમાધાન કરવા બાબતે આરોપી હકુભા અને તેની પત્ની ખતુબેન મારા મમ્મીના ઘરે આવી ગાળો આપી ધમકી આપી હતી. આ વખતે હું પણ ત્યાં હતી. બાદમાં મને તેમજ મારા દીકરાને અને બે ભાણેજને બળજબરીથી મરજી વિરુદ્ધ હકુભાએ કારમાં બેસાડયા હતાં. મને કારમાં રાખેલો લોખંડનો સળીયો બતાવી ચુપચાપ બેસી રહેવા ધમકી આપી હતી. બાદમાં કારમાં અપહરણ કરી ભગવતીપરા સુખસાગર સોસાયટી આગળ આવેલી વાડીમાં લઇ જઈ ત્યાં મને તેમજ ભોગ બનનાર મારી 13 વર્ષીય ભાણેજને કારમાંથી નીચે ઉતાર્યા હતા. અમારી સાથેના મારા દીકરા અને બીજી ભાણેજને કારમાં પુરી દીધા હતા. વાડીમાં હકુભા તેમજ તેની સાથેના અજાણ્યા શખસે મને તેમજ ભોગ બનનાર ભાણેજને ઢીકા પાટુનો માર માર્યો હતો. બાદમાં ખતુબેને મને પકડી રાખી અને હકુભાએ બધાની હાજરીમાં મારી 13 વર્ષની ભાણેજ પર ખુલ્લી જગ્યામાં બળાત્કાર ગુજાર્યો હતો. પછી હકુભા અમને ભગવતીપરામાં આવેલા એક ડેલામાં લઇ જઈ ગયા હતાં. જ્યાં હકુભાનો દીકરો, વહુ સહિતના ત્રણ આવી ગયા હતા. આ બધાની હાજરીમાં હકુભાએ મારી ભાણેજને તેની પાસે બેસાડી અને બધાની હાજરીમાં બથમાં લઇ અડપલા કર્યા હતાં. તેમજ રૂમમાં લઇ જઇ ત્યાં ફરીવાર તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં 13 વર્ષીય ભાણેજ બેભાન થઈ જતા બધા નાસી છૂટ્યા હતાં.