શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 નવેમ્બર 2018 (15:28 IST)

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા સહિત આનુષાંગિક ભાગો જોવાના દરો

સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કેવડિયા ખાતે નિર્માણ કરાયું છે. આ પ્રતિમા સહિત વિવિધ ભાગો જોવા માટેના દરો નિયત કરાયા છે. જેમાં બસ ટીકીટ, એન્ટ્રી ટીકીટ, વ્યુઇંગ ગેલેરી ટીકીટ તથા એક્સપ્રેસ ટીકીટના દરોનો સમાવેશ કરાયો છે. સ્મારક જોવાનો સમય સવારે ૯.૦૦ થી ૫.૦૦ કલાકનો રહેશે અને દર સોમવારે સ્મારક બંધ રહેશે અને ઓનલાઈન ટીકીટ બુકીંગ www.soutickets.in ઉપર થઈ શકશે, એમ સરદાર વલ્લભભાઈ પટેલ, રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ – ગાંધીનગર દ્વારા જણાવાયું છે. 

“સ્ટેચ્યુ ઓફ યુનિટી” સ્મારકની મૂલાકાત લેનાર પ્રવાસીઓ માટે જે દરો નિયત કરાયા છે તે આ મુજબ છે 

(૧) બસની ટીકીટ રૂ.૩૦/- શ્રેષ્ઠ ભારત ભવન, “સ્ટેચ્યુ ઓફ યુનિટી”, વોલ ઓફ યુનિટી, પ્રદર્શન, ફૂડકોર્ટ, વેલી ઓફ ફ્લાવર્સ (કેવડીયા તરફ), રીવર બેડ પાવર હાઉસ, વ્યુ પોઈન્ટ, ગોડ બોલે ગેઈટ, ટેન્ટ સીટી, મેઈન કેનાલ હેડ રેગ્યુલર, વિગેરે સ્થળો જોવા મળશે.

(૨) એન્ટ્રી ટીકીટ :- બાળક (૩ થી ૧૫ વર્ષ) રૂ.૬૦/- અને પુખ્ત વયના લોકો માટે રૂ.૧૨૦/- એન્ટ્રી ટીકીટમાં વેલી ઓફ ફ્લાવર્સ, મ્યુઝીયમ અને ઓડીયો – વિઝ્યુઅલ ગેલેરી, “સ્ટેચ્યુ ઓફ યુનિટી”, સરદાર સરોવર ડેમ નો સમાવેશ છે. તેમાં વ્યુઈંગ – ગેલેરીનો સમાવેશ નથી.

(૩) વ્યુઈંગ ગેલેરી ટીકીટ :- બાળક (૩ થી ૧૫ વર્ષ) રૂ.૨૦૦/- અને પુખ્ત વયના લોકો માટે રૂ.૩૫૦/-વ્યુઈંગ ગેલેરી, વેલી ઓફ ફ્લાવર્સ, મ્યુઝીયમ અને ઓડીયો-વિઝ્યુઅલ ગેલેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, ઉપરોક્ત (૧) દર્શાવેલ તમામ સ્થળો અને ઉપરાંત વ્યુઈંગ – ગેલેરીનો સમાવેશ થાય છે. પ્રવાસી દ્વારા રૂ.૩૫૦ (વ્યુઈંગ ગેલેરી) + રૂ.૩૦ (બસ ટીકીટ) એટલે કે, કુલ રૂ.૩૮૦/- ની ટીકીટમાં તમામ સ્થળો જોઈ શકાય.

(૪) એક્સપ્રેસ ટીકીટ રૂ.૧૦૦૦/- છે. જેમાં વ્યુઈંગ ગેલેરી વિગેરે સ્થળો માટે લાઈન અલગ હોય છે. અને તુરંત ઓછા સમયમાં સ્થળ જોઈ શકાશે.