બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 24 માર્ચ 2017 (20:33 IST)

યોગીથી એક કદમ આગળ નીકળ્યા ઉત્તરાખંડના CM રાવત, સાર્વજનિક સ્થળ પર થૂંકનારને 6 મહિનાની જેલ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે ગુરૂવારે રાત્રે પોતાના મંત્રીમંડના સભ્યો વચ્ચે વિભાગોની વહેંચણી કરી. રાવતે ગૃહ, સ્વાસ્થ્ય અને સતર્કતા સહિત 40 વિભાગ પોતાની પાસે રાખ્યા છે. કેબિનેટ મંત્રી સતપાલ મહારાજને પર્યટન અને સંસ્કૃતિ વિભાગની જવાબદારી આપવામાં આવી છે. જ્યારે કે પ્રકાશ પંતને સંસદીય કાર્ય મંત્રી અને નાણાકીય વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી બાજુ રાવત પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રસ્તે ચાલી પડ્યા છે. રાવતની ઉત્તરાખંડ સરકારે પણ સાર્વજનિક સ્થળો પર થૂંકતા 5000 હજાર રૂપિયાનો દંડ કે પછી છ મહિનાની જેલની જોગવાઈ કરી છે
 
શહેરી વિકાસ વિભાગના અધિકારીઓનુ કહેવુ છે કે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પાસ કરવામા આવેલ બિલ એંટી-લિટરિંગના હેઠળ આ આદેશ રાજ્યની બધી સ્થાનીય નિકાસ તેને લાગૂ કરશે.  જો કોઈ આ કાયદાનુ ઉલ્લંઘન કરે છે તો તેના પર 5000 રૂપિયાનો દંડ કે છ મહિનાની જેલ થઈ શકે છે.  
 
એક અંગ્રેજી છાપા મુજબ શહેરી વિકાસ વિભાગના સચિવ અરવિંદ સિંહ હયાંકીના હવાલાથી લખ્યુ  અમે આ લાગૂ કરવા માટે અનેક આદેશ આપ્યા છે. આ કાયદો આજથી પાંચ મહિના પહેલા બન્યો હતો. અત્યાર સુધી આ શહેરી વિસ્તારોમાં લાગૂ હતો. પણ હવે તેને ગ્રામીણ વિસ્તારમાં પણ લાગૂ કર્વામાં આવશે. અમે એ ધ્યાન રાખીશુ કે લોકો સાર્વજનિક સ્થળ પર કચરો ન ફેંકે.