1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 જાન્યુઆરી 2022 (15:42 IST)

દુબઈ જઈ રહેલા 3 પેસેન્જર પાસેથી 4 લાખ ડોલર મળ્યા, હવાલા માટે ઉપયોગ કરાતો હોવાની શંકા

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સુરતના ત્રણ લોકો દુબઇ જઈ રહ્યા હતા. આ મુસાફરોના બેગમાં અંદાજે 4 લાખ યુએસ ડોલર મળી આવ્યા હતા. પકડાયેલા મુસાફરો પાસેથી મળેલા વિદેશી કરન્સીનું ભારતીય મૂલ્ય રૂ.3 કરોડ જેટલું થાય છે. આ મુસાફરોને કસ્ટમના અધિકારીઓએ ઝડપીને વધુ પૂછપરછ આરંભી છે.

વિદેશી હવાલા માટે આ નાણાંનો ઉપયોગ કરતો હોવાનું મુસાફરોની પ્રાથમિક વિગતોને આધારે જાણવા મળ્યું હતું. સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવાર રાત્રે દુબઈ જઈ રહેલા પેસેન્જરની બેગનું સ્કેનિંગ કરી રહેલા સીઆઈએસએફના જવાનોને એક પેસેન્જરની બેગમાં વાંધાજનક વસ્તુ દેખાઈ હતી, જેથી સીઆઇએસએફે કસ્ટમના એર ઇન્ટેલિજન્ટ એજન્સીને જાણ કરી હતી, જેથી કસ્ટમના અધિકારીઓ આ પેસેન્જરની ડિટેલ મેળવી તપાસ માટે બોલાવ્યો હતો, જેમાં પેસેન્જર પાસે રહેલી હેન્ડ બેગમાંથી 48 હજાર યુએસ ડોલર મ‌ળ્યા હતા. આ પેસેન્જરની પૂછપરછ કરતા તે સુરતના ઋષભ મોરાડિયા હોવાનું અને તેની સાથે બીજા બે પેસેન્જર ટ્રાવેલ કરતાં હોવાનું જણાવ્યું હતું, જેમાં સુરતના સંજય ગોઘારીની બેગમાંથી 1.50 લાખ યુએસ ડોલર અને ગૌરાંગકુમાર નાઈની બેગમાંથી 2 લાખ યુએસ ડોલર મળ્યા હતા. અા ત્રણેય પાસેથી કુલ 4 લાખ યુએસ ડોલર મળી આવ્યા હતા.