ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 14 ફેબ્રુઆરી 2024 (18:01 IST)

ગુજરાતમાં 2 વર્ષમાં રેકોર્ડબ્રેક ડ્રગ્સ પકડાયુ, હર્ષ સંઘવીએ કહ્યું, ડ્રગ્સ પકડ્યુ, પકડાયુ તેમાં ફર્ક છે

Harsh shangavi
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાત પોલીસ ડ્રગ્સના દૂષણ સામે પ્રો-એક્ટિવ કામગીરી કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ મુખ્યમંત્રી કક્ષાએથી આવી બાબતો માટે સતત મોનિટરિંગ પણ થતું રહે છે. કચ્છ અને ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોના જથ્થાને પકડવા લેવાયેલ પગલા અંગેના પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં પકડાતા નશીલા પદાર્થો તેમજ દારૂ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ 'પકડાતા 'નથી પરંતુ ગુજરાત પોલીસની સતર્કતાથી 'પકડવા'માં આવે છે. કચ્છની દરિયાઈ સીમા ઉપર ગુજરાત પોલીસ એ.ટી.એસ. ટીમ  સતત રાત દિવસ કામગીરી કરી રહી છે. 
 
હર્ષ સંધવીએ દરિયાઈ ઓપરેશન દરમિયાન એ.ટી.એસ ટીમ દ્વારા થતી કામગીરીની વિગતો આપતા જણાવ્યું કે, કંડલા પોર્ટ ઉપર ઈરાનથી આવેલ એક કનસાઈનમેન્ટમાંથી 205.6 કિલો હેરોઇન જેની કિંમત 1028 કરોડ તથા પીપાવાવ પોર્ટ ખાતે એક કન્ટેનરમાંથી કુલ 395 કિલો જેમાંથી 90 કિલો હિરોઈનની કિંમત 450 કરોડ થવા જાય છે. તપાસ એજન્સીઓ મારફતે કુલ 858 કિલો જેટલો નશીલો પદાર્થ પકડવામાં આવ્યો છે. જેની કિંમત અંદાજિત 4487 કરોડ રૂપિયા થવા જાય છે. આ હેરાફેરીમાં સંડોવાયેલ 38 પાકિસ્તાની,પાંચ ઈરાની, ત્રણ અફઘાની, બે નાઇજિરિયન તેમજ 9 ભારતીયો સહિત 57 આરોપીઓની ધરપકડ કરી આજીવન જેલ હવાલે કરવામાં આવ્યા છે. 
 
તેમણે ગુજરાતમાં નશીલા પદાર્થો સહિતની પ્રતિબંધિત વસ્તુઓ સામે કરવામાં આવતી કાર્યવાહી માટે રાજ્યની જનતાને સરકાર તેમજ પ્રજાના પ્રતિનિધિઓ પાસે ખૂબ અપેક્ષા છે ત્યારે આ બાબતે રાજનીતિ નહીં પણ રાજ્યની પોલીસને સહયોગ આપવા ખાસ અપીલ કરી હતી. પ્રોહિબીશન અંતર્ગત થયેલ કામગીરીની વિગતો આપતા ગૃહ મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરીને  કચ્છ-પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર તથા ભાવનગરમાં કુલ છેલ્લા બે વર્ષમાં 8231 કેસો કરી 5583 બૂટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.