વલસાડમાં પ્રેમી પંખીડાના પ્રેમાલાપથી કોમી તોફાન, બે ઈજાગ્રસ્ત

valsad
Last Modified મંગળવાર, 4 એપ્રિલ 2017 (11:37 IST)

વલસાડના અતુલ ફર્સ્ટગેટ વિસ્તારમાં રાત્રે 11.45 કલાકે મુસ્લિમ યુવક અને હિન્દુ સગીરાને કઢંગી હાલતમાં સગીરાના ભાઈએ ઝડપી પાડતા ભાઈએ મુસ્લિમ યુવકને તમાચા ચોડી દઈ બહેનને ઘરે લઈ આવ્યો હતો. ત્યાર બાદ અચાનક મુસ્લિમ યુવક પોતાના સાગરીતો સાથે હિન્દુ સગીરાના પરિવાર પર હોકી અને લોખંડના સળિયા વડે તૂટી પડ્યા હતા. જેમાં યુવતીના બે પિતરાઈ ભાઈના માથા ફૂંટતા માહોલ તંગદિલી ભર્યો બન્યો હતો.

સ્થળ પરથી મળતી માહિતી મુજબ, અતુલ ફર્સ્ટગેટ વિસ્તારના માથાભારે મુસ્લિમ યુવક સલમાન શેખ વિસ્તારની જ એક સગીરાને નજીકના એક ફ્લેટમાં લઈ ગયો હતો. જે વાતની જાણ સગીરાના ભાઈને થતા તે ફ્લેટ પર પહોંચી જતાં પોતાની બહેનને કઢંગી હાલતમાં જોતા ચોંકી ઉઠી મુસ્લિમ યુવાનને લાફા ચોડી દીધા હતા. બાદમાં તમાચાનું વેર વારવા માટે સલમાન શેખ તેના મિત્રો સરફરાઝ શેખ અને આમિર શેખ તેમજ અન્ય સાગરીતોને લઈ સગીરાના ઘરે પહોંચી ગયો હતો.

 સગીરાના ઘરના સદસ્યો કંઈ પણ સમજે એ પહેલાં જ તમામ મુસ્લિમ યુવકો હોકી અને લોખંડ ના સળિયા વડે તૂટી પડ્યા હતા. જેને પગલે કોમી તોફાનનું સ્વરૂપ ધારણ થતાં મામલો ગરમાયો હતો. આ તોફાનમાં બન્ને પિતરાઈ ભાઈઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. જોકે સમગ્ર ઘટનામાં પોલીસને જાણ થતાં જિલ્લાના 30 જેટલા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા.
 
 
 


આ પણ વાંચો :