ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :અમદાવાદ , શુક્રવાર, 22 માર્ચ 2024 (13:11 IST)

રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું, પક્ષના નેતાઓની હેરાનગતિથી કોંગ્રેસ છોડી

rohan gupta
rohan gupta
ગુજરાતમાં અમદાવાદ પૂર્વની બેઠક પર કોંગ્રેસે રોહન ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતાં. ત્યાર બાદ તેમણે અચાનક ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. તેમના પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને ચૂંટણીના મેદાનમાંથી ખસી ગયા હતાં. હવે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. 
 
અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે
રોહન ગુપ્તા કોંગ્રેસમાં નેશનલ સોશિયલ મીડિયાના કો. ઓર્ડિનર હતાં.પક્ષના નેતાઓના આરોપોથી વ્યથિત હતા રોહન ગુપ્તાએ કહ્યું કે, મારા અને મારા પરિવાર માટે કપરો કાળ છે. વ્યક્તિગત જીવનમાં સિનિયર નેતાઓએ આરોપ લગાવ્યાં છે. છેલ્લા ત્રણ દિવસથી છબી ખરડવાનો પ્રયાસ થતો હોવાનો આરોપ લગાવ્યો છે. એક નેતાના અહંકારી, અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચાયું છે. મારે મારો અવાજ ઉઠાવવો જરૂરી છે. મારી નમ્રતાને મારી નબળાઈ ન ગણવી જોઈએ. મે મારી ઉમેદવારી પાછી ખેંચીને જીવનનો મુશ્કેલ નિર્ણય લીધો હતો.રોહને 19 માર્ચ મંગળવારે કહ્યું હતું કે તેમના પિતા ચૂંટણી લડવાના તેમના નિર્ણયથી ખુશ ન હતા અને તેમના પર દબાણ લાવવા માટે તેમણે થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને પાર્ટી સાથેના દાયકાઓ જૂના સંબંધો પણ તોડી નાખ્યા હતા.