રવિવાર, 19 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ન્યુઝ્|
Last Modified: સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (12:11 IST)

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ પાસેથી મોબાઇલ મળવાનો કિસ્સો યથાવત

sabarmati Central jail
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ પાસેથી મોબાઇલ મળવાનો કિસ્સો યથાવત છે, ત્યારે જેલમાં કેદી પાસેથી વધુ એક મોબાઇલ મળી આવ્યો છે. જેલમાં કેદીઓ ફોન કેવી રીતે લઈ ગયા તેને લઈને જેલ તંત્ર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે બે કેદી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફરી એક વખત કેદી પાસેથી મોબાઇલ મળી આવ્યો છે. જેલમાં ઝડતી સ્કોડ ચેકિંગમાં હતો. તે દરમિયાન જેલમાં ત્રણ નંબર બેરેકમાં તપાસ કરતા 2 કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કાચા કામના કેદી રૂપેન્દ્રસિંઘે પાકા કામના કેદી ફારૂકની ડોલમાં ફોન છુપાવ્યો હતો .બંને કેદીઓ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેલમાંથી વારંવાર મોબાઈલ ફોન મળી આવતા જેલતંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, જેલમાં કેદીઓ પાસે મોબાઈલ કઇ રીતે પહોંચે છે. તેને લઈને જેલ તંત્ર પણ સવાલો ઉઠી રહ્યા છે.