મોરારીબાપુના વિવાદે રાજકીય સ્વરુપ પકડ્યું, ભગવાન મોરારિબાપુને સદ્દબુધ્ધી આપેઃ કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુછડીયા

pravin muchdiya
Last Modified શનિવાર, 7 સપ્ટેમ્બર 2019 (14:56 IST)

ગુજરાતમાં જાણિતા કથાકાર મોરારી બાપુનું નિલકંઠ અંગેનું નિવેદન ભારે વિવાદો સર્જી રહ્યું છે. તેમના આ નિવેદન બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો તથા હરિભક્તોએ ભારે વિરોધ દર્શાવ્યો છે. જ્યારે હવે આ મુદ્દે રાજકારણ પણ ગરમ થઈ રહ્યું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે તાજેતરમાં મોરારિબાપુએ પોતાની કથામાં ભગવાન સ્વામિનારાયણનાં કિશોર સ્વરૂપ નીલકંઠવર્ણીનું કુત્સિત શબ્દોમાં ખંડન કર્યું હતું.

જે મામલે રાજકારણ ગરમાયું છે. કાલાવડનાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુછડીયાએ નિવેદન આપતા કહ્યું કે મોરારિબાપુનાં નિવેદનથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હજારો લોકોની લાગણી દુભાઈ છે. જેથી ભગવાન મોરારિબાપુને સદ્દબુધ્ધી આપે. આ સાથે જ કહ્યું કે તેમનામાં સંતપણુ દેખાતું નથી અને તેઓ જાહેરમાં ભાજપની તરફેણ કરે છે. વીણ મુછડીયાએ નિવેદન આપતા કહ્યું કે, આપણે મોરારિબાપુ અને બાબા રામદેવ બાબાને સંતો કહીએ છીએ. પણ તેમાં સંતો જેવું દેખાતું નથી. તેઓ જાહેરમાં ભાજપની તરફેણ કરે છે અને વાણી વિલાસ કરે છે. મોરારિબાપુ અને બાબા રામદેવ ગમે તેવા બફાટ કરતા હોય અને જાહેરમાં ભગવાન કે સંતોનું અપમાન કરતા હોય છે. જેથી હું આ વાતનું ખંડન કરૂ છું. ભગવાન મોરારિબાપુને સદ્દબુધ્ધી આપે. મોરારિબાપુએ મિચ્છામી દુક્કડમ કહ્યું પણ મોરારિબાપુની બોડી લેંગ્વેજ જોતા મને એવું નથી લાગતું કે મોરારિબાપુએ દિલથી માફી માંગી હોય.મને હટહાસ્ટ કરતાં હોય તેવુ લાગ્યું.


આ પણ વાંચો :