શનિવાર, 10 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 5 જાન્યુઆરી 2026 (10:53 IST)

મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન, પિતા-પુત્રએ લીધા હનુમાનજીના આશીર્વાદ

Ambani  Sarangpur  temple visit
Mukesh Ambani Sarangpur temple visit
 દેશના જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ  નવા વર્ષ 2026 ની શરૂઆત ભક્તિભાવથી કરી. તેઓ તેમના પુત્ર અનંત અંબાણી સાથે ગુજરાતના ધાર્મિક પ્રવાસ પર છે. રવિવારે, અંબાણી પરિવારે બોટાદ જિલ્લામાં આવેલા પ્રખ્યાત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની મુલાકાત લીધી. તેઓએ ધાર્મિક વિધિઓ કરી અને દેવતાના આશીર્વાદ મેળવ્યા. મુલાકાત બાદ, મુકેશ અંબાણીએ મંદિર ટ્રસ્ટને ઉદારતાથી દાન આપ્યું, મંદિરના વિકાસ અને અન્ય પ્રોજેક્ટ્સ માટે રૂપિયા 5 કરોડનું દાન જાહેર કર્યું. અંબાણી પરિવાર ભગવાનમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે અને મહત્વપૂર્ણ પ્રસંગોએ વારંવાર મંદિરોની મુલાકાત લે છે
 
Jio પ્લેટફોર્મ પરથી આરતી લાઈવ થશે
આ મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ ચર્ચા પણ સામે આવી છે. સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીએ મુકેશ અંબાણીને વિનંતી કરી હતી કે સાળંગપુર દાદાની લાઈવ આરતી વિશ્વભરના ભક્તો જોઈ શકે તે માટે તેને 'જીયો' (Jio) પ્લેટફોર્મ પર લાઈવ કરવામાં આવે. સ્વામીની આ વાતને તુરંત સ્વીકારીને મુકેશભાઈ અંબાણીએ તેમના પુત્ર અનંતભાઈ અંબાણીને આ બાબતે જરૂરી વ્યવસ્થા કરવા અને ટેકનિકલ ટીમ સાથે વાત કરવા સૂચના આપી હોવાનું સ્વામીએ મીડિયાને જણાવ્યું હતું. આ નિર્ણયથી હવે આગામી સમયમાં દેશ-વિદેશના લાખો ભક્તો ગમે ત્યાંથી લાઈવ આરતીનો લાભ લઈ શકશે.
અંબાણી પરિવાર માટે 2026 નું વર્ષ ખૂબ જ આધ્યાત્મિક શરૂઆત સાથે શરૂ થયું છે. ૨ જાન્યુઆરીના રોજ સારંગપુર પહોંચતા પહેલા મુકેશ અંબાણી, નીતા અંબાણી અને અનંત અંબાણીએ પ્રભાસ પાટણમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા. ત્યાં તેમણે ભગવાન શિવને જળ અર્પણ કર્યું અને પૂજા કરી. અંબાણી પરિવાર દર વર્ષે સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરીને શરૂઆત કરે છે, અને ગયા વર્ષે પણ તેમણે આવું જ કર્યું હતું. સોમનાથ મંદિરના દર્શન કર્યા પછી, તેઓ સીધા કષ્ટભંજન દેવના મંદિરે ગયા.
 
રૂ 5 કરોડનું મોટુ દાન
 કર્યુ અર્પણ 
કષ્ટભંજન દેવ મંદિરની મુલાકાત દરમિયાન, મુકેશ અંબાણીએ મંદિર વહીવટીતંત્રને રૂ. 5 કરોડનું દાન આપવાની જાહેરાત કરી. આ દાનનો ઉપયોગ મંદિરની પ્રવૃત્તિઓ અને ભક્તો માટે સુવિધાઓ વધારવા માટે કરવામાં આવશે.