શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 ઑક્ટોબર 2021 (10:03 IST)

સરદાર જયંતીએ નરેન્દ્ર મોદી પ્રથમવાર નર્મદાની આરતી કરી કેવડિયાને ઈ-સિટી જાહેર કરશે, સ્ટેચ્યુ ઓફ યુનિટી 28મીથી 5 દિવસ મુલાકાતીઓ માટે બંધ

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે. કેવડિયામાં ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના નિર્માણ બાદ વિશ્વ ફલક ઉપ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત થયું છે. ત્યારે કેવડિયાને ઈ-સિટીના મોડેલ ઉપર વિકસાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ વખતે કેવડિયા ખાતે થનારી એકતા દિવસની ઉજવણી અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ, મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. લઈને વીવીઆઈપી પ્રોટોકોલ અને સુરક્ષાને ધ્યાને રાખીને કેવડિયામાં 5 દિવસ તમામ પ્રવાસન સ્થળો બંધ રાખવાનું SOU સત્તામંડળે જાહેર કર્યું છે. 28,29,30 અને 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી છે. દર વર્ષની જેમ પ્રોટોકોલ મુજબ ઓનલાઇન ટિકિટ બંધ કરી દેવામાં આવી છે. દિવાળી વેકેશન ને લઇ ને હાલ પ્રવાસીઓ ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે એટલે પ્રવાસીઓ આ પાંચ દિવસ બુકિંગ ન કરાવે તે માટે એડવાન્સમાં બંધની નોટિસ વેબસાઈડ પર મૂકી દીધી છે.એકતા દિવસની ઉજવણીને ભવ્ય બનાવવા SOU સત્તામંડળ,નર્મદા નિગમ અને જિલ્લા વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. કેવડિયા થી નર્મદા ડેમ જંગલ સફારીમાં રંગ રોગાન થઈ રહ્યું છે. ભારત માં અત્યાર સુધી હરિદ્વાર અને વારાણસી બંને જગ્યાએ ગંગા ઘાટ છે અને ત્યાં ગંગા આરતીનો મહિમા છે. જયારે ગુજરાતમાં આવો એક પણ ઘાટ નહોતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા મૈયાના કિનારે ગોરા ગામ પાસે 14 કરોડના ખર્ચે ઘાટ તૈયાર કરાવ્યો અને હવે વારાણસી ની ટીમ આરતીની પ્રેક્ટીંસ કરે છે 31 ઓક્ટોબર બાદ રોજ ગોરાના નર્મદા ઘાટે રોજ નર્મદા આરતી થશે. ભક્તો જેનો લાભ લેશે.30મી ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેદ્ર મોદી અમદવાદ એરપોર્ટ પર આવી ત્યાંથી કેવડિયા પહોંચશે. પ્રથમ ભૂલભૂલૈયા ગાર્ડનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ યુનિટી રેડીયો 90ની મુલાકાત કરી તેનું વિધિવત લોકાર્પણ કરશે. 31 ઓક્ટોબરે સવારે 9 કલાકે રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલસે. બાદમાં ત્યાં પરેડનું નિરીક્ષણ બાદ ઈ-કાર અને ઈ-રિક્ષાનું લોન્ચિંગ કરશે.