સંબંધિત સમાચાર
- રીલ્સ બનાવવાનો શોખ ઘાતક સાબિત થયો; 60 ફૂટ ઊંચા ટાંકી અકસ્માતમાં એક વ્યક્તિનું મોત; 16 કલાક પછી આર્મી હેલિકોપ્ટર દ્વારા બાળકોને બચાવી લેવામાં આવ્યા.
- જબલપુર ક્રૂઝ દુર્ઘટના: વાવાઝોડાની ચેતવણી છતાં મોટી બેદરકારી, મૃત્યુઆંક 9 પર પહોંચ્યો
- ગુજરાત ATSની મોટી કાર્યવાહી: ભારતમાં 'ગઝવા-એ-હિન્દ' સ્થાપવાનું ષડયંત્ર નિષ્ફળ, સિદ્ધપુર અને મુંબઈથી બે યુવકો ઝડપાયા
- વૃંદાવનમાં મોટી દુર્ઘટના: હોડી પલટી જતાં 6 શ્રદ્ધાળુઓ ડૂબી ગયા; મુખ્યમંત્રી યોગીએ તાત્કાલિક બચાવ કામગીરીના આદેશ આપ્યા
- બાંગ્લાદેશમાં મુસાફરોથી ભરેલી બસ પદ્મ નદીમાં ખાબકી, 23 લોકોના મોત થયા. અકસ્માતનો વીડિયો ધ્રુજાવી દેશે
અમદાવાદની રત્નાકર-૩ બિલ્ડિંગમાં અચાનક આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ
Satellite Ahmedabad Fire
અમદાવાદના જાણીતા સેટેલાઈટ વિસ્તારમાં આવેલી રત્નાકર-૩ હાઈરાઈઝ બિલ્ડિંગમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળે આવેલા એક મકાનમાં આગ લાગવાના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા હતા, જેને પગલે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.
અમદાવાદના એસ. જી. હાઇવે ઉપર આવેલ Solitaire કોર્પોરેટ બિલ્ડિંગમાં આગ
— Sagar Patoliya (@kathiyawadiii) May 22, 2026
ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે. #Ahmedabad pic.twitter.com/ogMmTcyXen
ફાયરબ્રિગેડની 6 ગાડીઓ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની કુલ 6 ગાડીઓ ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવી હતી. ભારે દોડધામ અને નાસભાગ વચ્ચે ફાયર કર્મચારીઓએ અત્યંત પ્રશંસનીય અને ઝડપી કામગીરી હાથ ધરીને બિલ્ડિંગમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ: મોટી જાનહાનિ ટળી
ફાયર વિભાગના જવાનોએ કલાકોની ભારે મહેનત બાદ આખરે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેથી સ્થાનિક રહેવાસીઓએ મોટી રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને ફાયર વિભાગ દ્વારા તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
