શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (12:50 IST)

ખાનગી શાળાઓ ફી માટે માસિક અથવા નાના હપ્તાની વ્યવસ્થા કરેઃ હાઈકોર્ટ

રાજ્યમાં સ્કૂલની ફી અંગે વાલીઓ ફરી એક વખત ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યા છે. વાલીઓએ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી 50 ટકા ફી માફીની માંગ કરી છે. વાલીઓ દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ ન આવતા આખરે વાલીઓએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજદારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે, ‘ટ્યુશન ફીમાં રાહત અપાઇ છે તો સ્કૂલ ફીમાં પણ રાહત આપવામાં આવે.’ ત્યારે આ સમગ્ર મામલે આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી થશે.