સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 ઑગસ્ટ 2020 (18:37 IST)

સ્વનિર્ભર શાળાઓ ફકત ટયુશન ફી વસુલી શકશે : હાઇકોર્ટ

સ્કૂલ ફી અંગેના ગુજરાત સરકારના પરિપત્રનો છેદ ઉડાડી ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે વિધીવત રીતે ચૂકાદો આપી ખાનગી સ્કૂલોને ટયુશન ફી લેવાની મંજૂરી આપી છે. તેની સાથો સાથ એવી પણ ટકોર કરી છે હવે ખાનગી સ્કૂલોએ ટયુશન સિવાયની કોઇપણ ફી માટેનો ચાર્જ ન કરવો જોઇએ, ફી વધારાના અભ્યાસ કમની પ્રવૃતિઓ માટે કોઇ ફી લેવી જોઇએ નહી. ગુજરાત હાઇકોર્ટના જજ જે.બી.પારડીવાલા અને વિક્રમનાથ સીજેની બેચે સ્કૂલ ફીના મુદ્દે આપેલા આ ચૂકાદામાં વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ શરૂ રાખવા જણાવેલ છે. સ્કૂલ ફી ના મુદ્દે જુદી-જુદી ચાર રીટ દાખલ થયેલ હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટના જજ જે.બી.પારડીવાલા અને વિક્રમનાથ સી.જે.ની બેંચે સ્કૂલોએ ટયુશન ફી સિવાયની કોઇપણ ફી નહી લેવા આદેશ કરી દીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાનું પાલન કરવા પણ જણાવ્યું છે. આ ઉપરાંત સ્કૂલ ફીના પ્રશ્નેકારને પણ શાળા સંચાલકો સાથે બેઠક કરી પ્રશ્ન હલ કરવા જણાવેલ છે. સ્કૂલ ફી અંગેના ગુજરાત હાઇકોર્ટના આ ચૂકાદા સામે વાલીઓ અને વિદ્યાર્થીઓ સુપ્રિમમાં જાય તેવી શકયતા રહેલી છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના ફૂંફાડાના પગલે સાવચેતીના પગલા રૂપે વિદ્યાર્થીઓને હાલ ઓન લાઇન શિક્ષણ ઘેરબેઠા પુરૂ પાડવામાં આવી રહ્યું છે. ત્યારે જયાં સુધી શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી શાળાઓ ફીની માંગણી કરી શકે નહી તેવો ગુજરાત સરકાર દ્વારા ઠરાવ કરવામાં આવેલ હતો. જેની સામે ખાનગી શાળા સંચાલકોએ બાયો ચડાવી હાઇકોર્ટમાં પીટીશન દાલત કરતા આ પ્રકરણમાં કાનુની લડતના મંડાપ થયા હતાં. જેમાં ગુજરાત હાઇકોર્ટના જજ જે.બી.પારડીવાલા તથા વિક્રમનાથએ બેચએ ખાનગી સ્કૂલોને ટયુશન ફી સિવાયની ફી નહી લેવા ચૂકાદો આપેલ છે. તેમજ વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ નહી કરવા પણ ટકોર કરી છે.