મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (11:30 IST)

સુરત શહેર-જિલ્લાની શાળાઓમાં ૫૦ ટકા કેપેસિટી સાથે ધો-૬ થી ૮ના વર્ગખંડોમાં શિક્ષણકાર્યનો પ્રારંભ

ગુજરાત રાજયના શિક્ષણ વિભાગની કોરોનાની ગાઈડલાઈન અનુસાર સમગ્ર રાજ્યની સાથે સુરત શહેર-જિલ્લાની શાળાઓમાં ધોરણ-૬ થી ધો.૮માં  કોરોનાની ગાઈડ લાઈન સાથે શિક્ષણકાર્યનો પ્રારંભ થયો હતો.
રાજય સરકાર દ્વારા વિદ્યાર્થીઓનું ભાવિ બગડે નહિ સાથોસાથ કોઇ વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત પણ ન થાય તેની સંપૂર્ણ તકેદારી સાથે વર્ગખંડોમાં શિક્ષણ પૂન: શરૂ કરવાનો નિર્ણયો લેવામાં આવ્યો હતો.
સુરત શહેરની પ્રેસીડેન્ટ સ્કુલમાં ધો.૭માં અભ્યાસ કરતા પારેખ નીલે જણાવ્યું કે, ધણા લાબા સમયબાદ આજે સ્કુલમાં આવતા અનેરો આનંદ થયો છે. મિત્રોને રૂબરૂ મળી રહ્યા છીએ. ઓનલાઈન શિક્ષણમાં પડતી મુશ્કેલીઓનો આજે અંત આવ્યો છે.
 
આચાર્ય દિપિકાબેન શુકલએ જણાવ્યું કે, છેલ્લા દોઢ વર્ષ બાદ આજે વિદ્યાર્થીઓ શાળાએ આવી રહ્યા છે ત્યારે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાલીઓ સાથે મીટીગ કરીને કોરોનાની ગાઈડ લાઈન અનુસાર બાળકોના સ્વાસ્થ્યની કાળજી સાથે શાળા શરૂ કરવામાં આવી છે.