બુધવાર, 8 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શુક્રવાર, 18 નવેમ્બર 2022 (11:38 IST)

મતદાનના દિવસે શાળા-કોલેજો અને સરકારી ઓફિસો રહેશે રજા

ચૂંટણી લઇને ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. તો બીજી તરફ ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે ચૂંટણીપંચ સતત જાગૃતતતા અભિયાનો ચલાવવામાં આવે છે. આ ઉપરાંત મતદાનના દિવસે સ્કૂલ કોલેજ અને સરકારી ઓફિસોમાં રજાની જાહેરાત કરી છે. 
 
ચૂંટણીને આડે ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે ગુજરાતમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે ચૂંટણીપંચ પ્રયત્નો કરી રહ્યું છે. Electionના દિવસે સ્કૂલો-કોલેજોથી અને સરકારી ઓફીસ બંધ રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે.
 
ગુજરા વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવવાની છે. પહેલા તબક્કા માટે ૧લી ડિસેમ્બર અને બીજા તબક્કા માટે ૫મી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. ત્યારે જે દિવસે જે જિલ્લાઓમાં મતદાન હશે તે જિલ્લાઓની સ્કૂલ-કોલેજોથી માંડી સરકારી કચેરીઓ બંધ રહેશે. સ્કૂલો-કોલેજો એને સરકારી કચેરીઓના બિલ્ડીંગમાં મતદાન મથક પણ રાખવામા આવે છે. શિક્ષકો,અધ્યાપકોથી માંડી વહિવટી કર્મચારીઓ સહિતના મોટા ભાગના સરકારી કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોય છે.
આ ઉપરાંત કોલેજમાં અભ્યાસ કરતા અને મતદાન યોગ્ય વિદ્યાર્થીઓ મતદાન કરી શકે તે રજાની જાહેર કરવામાં આવી છે.
 
પ્રથમ તબક્કામાં ૧લી ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર,કચ્છ અને દક્ષીણ ગુજરાતની ૮૯ બેઠકો પર મતદાન થશે. જયારે બીજા તબક્કામાં ૫મી ડિસેમ્બરના રોજ બાકીની ૯૩ બેઠકો પર મતદાન છે. જેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વધુમાં વધુ મતદાન થાય એવા ધ્યેય સાથે વિવિધ માધ્યમોથી ચૂંટણીપંચ મતદાન અંગે જાગૃતિ ફેલાવી રહ્યું છે.