શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 17 એપ્રિલ 2021 (11:26 IST)

100 દિવસ સુધી રહી શકે છે Coronavirus ની બીજી લહેર

દક્ષિણ પૂર્વ દિલ્હી પોલીસ માટે એક વિશેષજ્ઞ દ્વારા તૈયાર કરવામાં આવેલ એક પરામર્શ મુજબ, કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેર 100 દિવસ સુધી રહી શકે છે અને આ પ્રકારની બીજી લહેર 70 ટકા વસ્તીના ટીકાકરણ થયા પછી અને હર્ડ ઈમ્યુનિટી મેળવ્યા સુધી આવતી રહેશે. 
 
હર્ડ ઈમ્યુનિટી, સંક્રામક બીમારીઓ વિરુદ્ધ અપ્રત્યક્ષ રૂપથી બચાવ થાય છે. આ ત્યારે થાય છે જ્યારે વસ્તી કે લોકોના સમૂહ કે ટીકા લગાવવા પર કે પછી સંક્રમણમાંથી બહાર નીકળ્યા પછી તેના વિરુદ્ધ ઈમ્યુનિટી વિકસિત કરી લે છે. સમૂહની આ સામુહિક ઈમ્યુનિટીને જ હર્ડ ઈમ્યુનિટી કહે છે. 
 
પોલીસ કર્મચારીઓ વચ્ચે જાગૃતતા ઉભી કરવાના ઉદ્દેશ્યથી ડૉ. નીરજ કૌશિકના પરામર્શમાં કહેવામાં આવ્યુ છે કે નવા મ્યુટેટ વાયરસમાં પ્રતિરક્ષા અને એટલુ જ નહી ટીકાની અસર છોડવાની પણ ક્ષમતા છે. એવા લોકો જેમનુ ટીકાકરણ થઈ ચુક્યુ છે, તેમની અંદર સંક્રમણ થવુ તેનુ આ જ કારણ છે. 
 
કેરલમાં 10 હજારથી વધુ Corona કેસ, કર્ણાટકમાં 14 હજાર 859 
 
ડૉ. કૌશિકના દસ્તાવેજમાં કહેવામાં આવ્યુ છે કે આ ઉત્પરિવર્તિત વાયરસ (મ્યૂટેટેડ વાયરસ) એટલા સંક્રામક છે કે જઓ એક સભ્ય પ્રભાવિત થાય છે તો આખી ફેમિલી સંક્રમિત થઈ જાય છે.  આ બાળકો પર પણ હાવી થઈ જાય છે. તેમને કહ્યુ કે નિયમિત આર ટીપીસીઆર તપાસ યુટેટેડ વાયરસની શોધ નથી લગાવી શકતી. જો કે ગંઘ અનુભવ ન હોવો એક મોટો સંકેત છે કે વ્યક્તિ કોરોનાવાયરસથી સંક્રમિત છે. 
 
પરામર્શમાં કહેવામાં આવે છે કે કોરોનાવાયરસની બીજી લહેર 100 દિવસ સુધી રહી શકે છે. આવી લહેરો ત્યા સુધી આવતી રહેશે જ્યા સુધી આપણે 70% રસીકરણ અને હર્ડ ઈમ્યુનિટીને પ્રાપ્ત નથી કરી લેતા. તેથી આપણે સુરક્ષા ઉપાયો ખાસ કરીને માસ્ક લગાવવુ નહી છોડે.