ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2023 (10:08 IST)

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સોનિયા ગોકાણીની પસંદગી

ગુજરાત હાઇકોર્ટને નવા મુખ્યન્યાયાધિશ મળ્યા છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા સોનિયા ગોકાણીનું નામ સરકારમાં પ્રસ્તાવીત કરાયું હતું. જેને હવે સર્વાનુમતે મંજુરી આપી દેવામાં આવી છે. તેમનો જન્મ 26 ફેબ્રુઆરી 1961 ના રોજ ગુજરાતના જામનગરમાં થયો હતો. તેઓએ માઇક્રોબાયોલોજી સાથે બીએસસી કર્યું હતું. ત્યાર બાદ એલએલબી અને એલએલએમ કર્યું. તેઓ કેપી શાહ લો કોલેજ જામનગરમાં પાર્ટ ટાઇમ લેક્ચરરર તરીકે પણ સેવા આપી ચુક્યા છે.

આ ઉપરાંત કંઝ્યુમર કોર્ટમાં પણ પાંચ વર્ષ સુધી તેઓ સભ્ય રહી ચુક્યા છે.અમદાવાદની સિટી સિવિક અને સેશન્સ કોર્ટમાં તેઓ 1995 માં જજ તરીકે નિમણુંક પામ્યા. ત્યાર બાદ તેઓ 2003 થી 2008 માં એન્ટિ ટેરરિસ્ટ લો અંતર્ગતની સ્પેશિયલ કોર્ટમાં પણ જજ રહ્યા હતા. ત્યાર બાદ સીબીઆઇની ખાસ કોર્ટમાં પણ જજ રહી ચુક્યા છે. 2008 માં તેઓ ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર બન્યા હતા. 2011 ની 17 ફેબ્રુઆરીએ તેઓ ગુજરાત હાઇકોર્ટમાં એડિશનલ જજ બન્યા. 28 જાન્યુઆરી 2018 માં તેઓ પરમેનેન્ટ જજ બન્યા હતા. હવે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે સેવા આપશે.