1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 ફેબ્રુઆરી 2023 (10:26 IST)

ગુજરાતમાં ગરમી વધી, ગરમ કપડાં માળિયે ચડાવી દો, હવામાન વિભાગે કરી આ આગાહી

છેલ્લા બે સપ્તાહથી કડકડતી ઠંડી બાદ ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી ઓછી થઈ રહી છે અને છેલ્લા ત્રણ દિવસથી ગરમીની અસર વધવા લાગી છે. જેના કારણે ઠંડીમાં થોડી રાહત જોવા મળી હતી. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજુ પણ ઠંડીનો ચમકારો ચાલુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ઠંડીનો વધુ એક તબક્કો આવશે, કારણ કે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હાલ સમગ્ર ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તે જ સમયે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીના મધ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે. તો હજુ ઠંડીનો તબક્કો બાકી છે.
 
ગુજરાતમાં કાળઝાળ ગરમીએ લોકોના નાકે દમ લગાવી દીધો છે. રાજ્યમાં મંગળવારે મહત્તમ તાપમાન 43 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. સોમવારે પણ રાજ્યમાં ગરમીના કારણે આ જ સ્થિતિ રહી હતી.
 
આ સાથે હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. આ સાથે માર્ચની શરૂઆતમાં ગરમી વધવા લાગશે. સોમવારે રાજ્યના આ મુખ્ય શહેરોમાં લઘુત્તમ તાપમાન નીચે મુજબ નોંધાયું હતું. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13.3 ડિગ્રી, ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી રહ્યું હતું. જ્યારે સુરતમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી, રાજકોટનું લઘુત્તમ તાપમાન 17.6 ડિગ્રી, નર્મદાનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે કચ્છમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
 
આરોગ્ય વિભાગે હીટ સ્ટ્રોકના લક્ષણો અને તેની અસરો ઘટાડવાની રીતો વિશે ચેતવણી આપી હતી અને નાગરિકોને જો શક્ય હોય તો સીધી ગરમીથી બચવા, પુષ્કળ પ્રવાહી પીવા અને માથું ઢાંકીને ભીના કપડાથી ઢાંકવા જણાવ્યું હતું.