રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 ફેબ્રુઆરી 2023 (17:20 IST)

અન્ય સ્ત્રી સાથેના આડસંબંધમાં પતિ પત્નીને માર ઝુંડ કરતા પત્નીએ આત્મહત્યા કરી.

suicide
અમદાવાદમાં રહેતા પતિને અન્ય સ્ત્રી સાથે આડ સબંધ હતો જે અંગે પત્ની પતિને પૂછતી તો પતિ પત્નીને માર મારતો હતો.અગાઉ પણ પત્ની સાથે દારૂ પીને મારઝૂડ કરતો હતો જેથી પત્નીએ કંટાળીને ઘરમાં 3 વર્ષના દીકરાને મૂકીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો જે મામલે પોલીસે પતિ વિરુદ્ધ આત્મ હત્યા માટે દુષપ્રેરીત કરવા ફરિયાદ નોંધીને આરોપી પતિની ધરપકડ કરી છે.
 
ઘાટલોડિયામાં રહેતી પાયલ નામની પરિણીતાએ 3 વર્ષના બાળકને મૂકીને આત્મહત્યા કરી દીધી હતી.આ મામલે પાયલના પરિવારને જાણ થતાં રાજસ્થાનથી તેઓ અમદાવાદ આવ્યા હતા.પાયલના પિતાએ સમગ્ર મામલે પાયલના પતિ દિલીપ ગરવાલ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષપ્રેરીત કરવાની ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ 2 વર્ષ અગાઉથી જ પાયલ અને તેનો પતિ તથા બાળક અમદાવાદ રહેવા આવ્યા હતા.પતિ દિલીપ ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો.અગાઉ પણ દિલીપ પાયલ સાથે મારઝૂડ કરતો હતો.
 
 
થોડા દિવસથી દિલીપના અન્ય સ્ત્રી સાથે આડ સબંધ હતા.પાયલ જ્યારે આ અંગે પૂછતી ત્યારે દિલીપ તેને માર મારતો હતો જેથી કંટાળીને પાયલે 3 વર્ષના દીકરાને મૂકીને ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો.પાયલના પરિવારને દિલીપ અંગે જાણ હતી જેથી ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં દિલીપ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.