રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 ફેબ્રુઆરી 2023 (16:07 IST)

અમદાવાદનું નામ કર્ણાવતી કરવા પ્રસ્તાવ, અમદાવાદનું નામ કર્ણાવતી કરવા પ્રસ્તાવ, આગામી દિવસમાં નામ બદલવા મેયર,કલેકટર,મામતલદાર સહિતને ABVP પ્રસ્તાવ આપશે

આગામી દિવસમાં નામ બદલવા મેયર,કલેકટર,મામતલદાર સહિતને ABVP પ્રસ્તાવ આપશે.
 
અખિક ભારતીય વિદ્યાર્ટ પરિષદનય અધિવેશન મળ્યું હતું ત્યારબાદ જિલ્લા કક્ષાએ છાત્ર હુકાર કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં અમદાવાદના નામકરણનો મુખ્ય મુદ્દો હતો.5000 વિદ્યાર્થીઓની વચ્ચે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો અને તે જ પ્રસ્તાવ લઈને ABVP હવે અમદાવાદ મેયર,કલેકટર સહિતના અધિકારીઓને મળશે અને નામકરણ બાબતે રજુઆત કરશે.
 
 
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના છાત્ર હુકારમાં 4 પ્રસ્તાવ પારીત કરવાના આવ્યા હતા જેમાં અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો પ્રસ્તાવ,શોધના વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે વિશેષ પ્રયાસ,આવશ્યક,ગુજરાતી ભાષાયન સંરક્ષણ અને સંવર્ધન માટે ચિંતા અને ચિંતન,જનજાતિના ઉત્થન માટે જનનો અવાજ મુખ્ય વિષય હતા.આ વર્ષે રાષ્ટ્રીય એકાત્મક યાત્રા 1 ફેબ્રુઆરીએ ગુવાહાટીથી  ઓરિયન્ટેશન કાર્યક્રમથી શરૂ  થઈ 16 અલગ અલગ માર્ગોથી થઈને 20 ફેબ્રુઆરી પરત ગુવાહાટીમાં અનુભવ કથન સાથે સંપન્ન થશે.8 થી 13 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં આ યાત્રા પહોંચશે.
 
 
આ અંગે ABVP ના પ્રદેશ મંત્રી યુતિ ગજરેએ જણાવ્યું હતું કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા 500 વિદ્યાર્થીઓ વચ્ચે પ્રસ્તાવ કરવામાં આવ્યો છે,હવે એ પ્રસ્તાવ લઈને અમે અલગ અલગ લાગતા વળગતા અધિકારીઓને મળીશું.આ ઉપરાંત એકતા રાષ્ટ્રીય એકાત્મક યાત્રા અમદાવાદ અને સુરત આવશે જેમાં અનેક વિદ્યાર્થીઓ જોડાશે.