ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 7 ફેબ્રુઆરી 2023 (15:54 IST)

JEE મેન્સનું પરિણામ જાહેર, અમદાવાદ 2 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100 પર્સન્ટાઈલ

JEE main result
દેશમાં એન્જીનયરીંગમાં એડમિશન લેવા માટે JEE મેન્સની જાન્યુઆરીમાં પરીક્ષા લેવાઈ હતી જેનું પરિણામ આજે જાહેર થયું છે.પરિણામમાં અમદાવાદના 2 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ  મેળવ્યા છે.બંને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં IIT બોમ્બેમાં એડમિશન લઈને કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા ઈચ્છે છે.જોકે બંને વિદ્યાર્થીઓ હવે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપશે અને ત્યારબાદ બાદ JEE એડવાન્સની પરીક્ષા આપશે.
 
અમદાવાદમાં કૌશલ વિજયવર્ગીયએ ત્રણેય વિષયમાં સંપૂર્ણ માર્ક્સ મેળવ્યા છે અને 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે.હર્ષલ સુથારે ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં પુરા માર્ક્સ મેળવ્યા છે અને 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે.બંને વિદ્યાર્થીઓ અમદાવાદના એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં કોચિંગ માટે જતા હતા.બંનેના 100 પર્સન્ટાઈલ આવતા હવે બંને વિદ્યાર્થીઓ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે અને આગામી સમયમાં JEE એડવાન્સની પરીક્ષા આપશે.
 
કૌશલ વિજય વર્ગીયે જણાવ્યું હતું કે મારા પિતા પંજાબ નેશનલ બેંકમાં સિનિયર મેનેજર છે.હું 9માં ધોરણથી JEE માટે તૈયારી કરતો હતો ત્યારે આજે મને મારૂ  પરિણામ મળ્યું છે.ત્રણેય વિષયમાં મે પુરા માર્ક્સ મેળવ્યા છે હવે માટે JEE એડવાન્સમાં ઓલ ઇન્ડિયામાં ટોપ 50માં આવવું છે.મારે કોમ્પ્યુટર સાયન્સ કરવું છે
મારો મોટો ભાઈ પણ IIT દિલ્હીથી M.tech કરે છે.
 
હર્ષલ સુથારે જણાવ્યું હતું કે મારે બે વિષયમાં પુરા માર્ક્સ આવ્યા છે.મારા પિતા સિવિલ એન્જીનયર છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી સીટી એન્જીનયર તરીકે ફરજ બજાવે છે.મારો ભાઈ પણ કોમ્પ્યુટર એન્જીનયર છે.માટે JEE માં ટોપ 50માં આવીને કોમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લેવું છે.મેં 8માં ધોરણથી JEE ની તૈયારી શરૂ કરી હતી.રોજ હું 8 થી 10 કલાક વાંચતો હતો.મને આશા નહોતી કે એટલું સારું પરિણામ આવશે.પરિણામથી હું ખુશ છું.