સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 ફેબ્રુઆરી 2023 (15:25 IST)

વર્ષ 2010ના મારામારીના કેસમાં સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દોષિત જાહેર

MLA Vimal Chudasma
કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. માળિયા હાટીના કોર્ટે તેમને 2010ના મારામારી કેસમાં દોષિત જાહેર કર્યાં છે. કોર્ટે વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોની સજા અંગે કોર્ટ સાંજ સુધીમાં સુનાવણી હાથ ધરશે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને 2010ના મારામારીના કેસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ કેસમાં કોર્ટે તેમને દોષિત જાહેર કર્યાં છે. 2010માં માળિયા તાલુકામાં મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં વિમલ ચુડાસમાને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતાં. 2010માં હોલીડે કેમ્પ ખાતે કોઈ મામલાને લઈને મીત વૈધ અને હરીશ ચુડાસમાં પર હુમલો કરાયો હતો. આ કેસ માળિયા કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેની આજે કોર્ટે સુનાવણી હાથ ધરતાં વિમલ ચુડાસમાને દોષિત જાહેર કર્યાં છે.