ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 7 ફેબ્રુઆરી 2023 (15:24 IST)

ગુજરાતમા 22-26 ફેબ્રુઆરીએ માવઠુ થવાની સંભાવના, ગરમ પવનો પણ વધી શકે

હવામાન વિભાગની આગાહી
આગામી 5 દિવસ સુધી બેવડી ઋતુનો રહેશે વર્તારો 
સવાર અને રાત્રે ઠંડી, બપોરે ગરમી રહેશે
અમદાવાદ-ગાંધીનગરમાં 15થી 20 ડિગ્રી રહેશે પારો
કચ્છના નલિયામાં 10 ડિગ્રી સુધી રહેશે તાપમાન  
 
તારીખ 22-26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાંની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. 26 એપ્રિલથી 45 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની શક્યતા છે. તો ગરમ પવનો વધવાની પણ શક્યતા છે. પરંતુ જો તમે વિચારતા હશો કે, હવે ઉનાળો સારો જાય તો સારું, તો તમે ખોટા છો, કારણ કે આ વર્ષે ઉનાળો આકરો બની રહેવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ કડકડતી ઠંડી બાદ હવે ઉનાળાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, 2023નો ઉનાળો આકરો બની રહેશે. તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 19/20 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે. મહત્તમ તાપમાન સમયે 37 ડિગ્રી રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં સૌરાષ્ટ્રવાસીઓને કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. આ સિઝનમાં નાગરિકોને ત્રણ-ત્રણ ઋતુનો અનુભવ થયો છે. ભર શિયાળે ચોમાસા બાદ હવે ગરમીમાં અકળાવાનો વારો આવ્યો છે. આ માસમાં પલટાતા હવામાનની સ્થિતિ અંગે જોઈએ તો ફેબ્રુઆરી તારીખ 13થી મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય-પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન વધવાની શક્યતાઓ છે, તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.સામાન્ય રીતે એવી માન્યતા છે કે, ઉત્તરાયણ અને મહા શિવરાત્રી બાદ સામાન્ય કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડા પવન ફૂંકાય રહ્યાં છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર પહેરીને બહાર નીકળવા મજબૂર બન્યા છે. જો કે બીજી બાજુ હવે આગામી દિવસોમાં ઠંડીથી થોડી રાહત મળશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે.