શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 જુલાઈ 2017 (16:23 IST)

શંકર સિંહ વાઘેલાએ કોંગ્રેસના બધા પદો પરથી રાજીનામુ આપવાનુ એલાન કર્યુ.. કોઈ પાર્ટીમાં નહી જોડાય

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજ્યનુ રાજકારણ ગરમાયુ છે. રાજ્યમાં કોંગ્રેસના સૌથી કદાવર નેતા અને પૂર્વ સીએમ શંકર સિંહ વાઘેલાએ કોંગેસના બધા પદ પરથી રાજીનામુ આપવાનુ એલાન કર્યુ. જો કે આ સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ કે તેઓ ન તો કોઈ બીજી પાર્ટીમાં જોડાશે કે ન તો પોતાની કોઈ બીજી પાર્ટી બનાવશે. 
 
પોતાના 77માં બર્થડે પર બોલાવેલ સંમેલનમાં રાજનીતિની દુનિયાના મોટા અને જૂના ખેલાડી શંકર સિંહ વાઘેલાએ રાજનીતિમાંથી સંન્યાસનુ એલાન કર્યુ. તેમણે પોતાના નિર્ણયનું એલાન ગાંધીનગરમાં કર્યુ 
 
શંકર સિંહ વાઘેલાનો કોંગ્રેસ પાર્ટી છોડવાના ભણકારા પહેલાથી જ વાગી રહ્યા હતા. કારણ કે વીતેલા દિવસોથી જે રીતે રાજનીતિમાં વાઘેલા દેખાય રહ્યા હતા તેનાથી જાહેર હતુ કે તેઓ કોંગેસ સાથેના પોતાના સંબંધો તોડી શકે છે.  મતલબ પહેલાથી જ આશંકા હતી કે તેઓ કોંગ્રેસને છોડવાનુ એલાન કરી શકેછે.  વાઘેલા પહેલાથી જ કોંગ્રેસ નારાજ હતા. 15 દિવસ પહેલા તેમણે ગાંધીનગરમાં એક સંમેલન કરવામાં આવ્યુ હતુ. જેમા કોંગ્રેસ વિરુદ્ધ જોરદાર નિવેદનબાજી કરવામાં આવી હતી. 
 
રસપ્રદ વાત તો એ છે કે પોતાના રાજીનામાના એલાનના એક કલાક પહેલા શંકર સિંહ વાઘેલાએ પોતે મંચ પરથી કહ્યુ હતુ કે 24 કલાક પહેલા જ તેમને કોંગ્રેસે કાઢી નાખ્યા છે. જો કે ત્યારે કોંગ્રેસના ઉચ્ચ સૂત્રેઓ વાઘેલાના આ દાવાનુ ખંડન કર્યુ હતુ. 
 
વાઘેલાનુ દર્દ 
 
કોંગ્રેસ અને બીજેપી બંને પાર્ટીઓ પ્રદેશ અધ્યક્ષ જેવા મોટા પદ પર રહી ચુકેલ શંકર સિંહ વાઘેલાએ આ અવસર પર કેશુભાઈ પટેલની સરકારમાંથી પોતે હટવાથી લઈને કોંગ્રેસ છોડવાનો ઉલ્લેખ કર્યો અને આ દરમિયાન પોતાના દુખ પણ જણાવ્યુ રસપ્રદ વાત તો એ છે કે સોનિયા ગાંધીના રાજનીતિક સલાહકાર અહમદ ભાઈ પટેલના આભાર જરૂર માન્યો. તેમની મદદને આજે પણ વખાણી. તેમણે કહ્યુ કે અહમદ ભાઈ પટેલનો આભારી છુ જેમને તેમની યોગ્ય સમય પર મદદ કરી. કેશુભાઈથી દૂર રહેવ પર કહ્યુ - કેશુભાઈ પટેલને સરકારમાં હુ પારકો થઈ ગયો તેથી હુ સરકારથી જુદો થયો. 
 
કોંગ્રેસે પોતાના સંબંધોને નિવેદન કરતા શંકર સિંહ વાઘેલાએ કહ્યુ કે તેઓ કોંગ્રેસ સેવા દળમાં રહેલ અને તેમને પાર્ટીની ખૂબ સેવા કરી. આ સાથે જ તેમને એ પણ કહ્યુ કે આરએસએસ સાથે તેમનો જૂનો સંબંધ રહ્યો છે. 
 
શંકર સિંહ વાઘેલાએ પોતાના ટ્વિટર એકાઉંટના સ્ટેટસથી કોંગ્રેસનું પદ હટાવી દીધુ છે. સાથે જ હગે તેઓ કોઈપણ કોંગ્રેસીને ફોલો નથી કરી રહ્યા.