બુધવાર, 18 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 14 સપ્ટેમ્બર 2024 (17:44 IST)

મોદીની ગુજરાત મુલાકાતને લઈને કર્મચારીઓની 17મી સપ્ટેમ્બરની હડતાલ હાલ મોકુફ પૂરતો સ્થગિત

આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્ય સહકાર મંત્રી  જગદીશભાઈ વિશ્વકર્મા પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે રજૂઆત મંત્રીમંડળના પાંચ સભ્યોની ટીમ સમક્ષ કરવામાં હતી. તે રજૂઆતોને લઈને સરકાર હરહંમેશ હકારાત્મક સતત ચિંતિત છે.  
 
તેમણે કહ્યુ કર્મચારીઓની લાગણી માંગણીઓ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હરહંમેશ હકારાત્મક વલણ રહ્યું છે. કર્મચારીઓ ની તમામ માંગણીઓ મુખ્યમંત્રીજી  ના ધ્યાને મૂકવામાં આવી છે અને આગામી સપ્તાહમાં મંડળ સાથે વાટાધાટો બાદ યોગ્ય નિર્ણય કરવા મુખ્યમંત્રીએ પણ હકારાત્મક દિશામાં આગળની પ્રક્રિયા કરવાની સૂચના આપી છે. આવનારા સમયમાં પાંચ મંત્રીઓની ટીમ આ અંગે ચર્ચા કરશે જેમાં કેબિનેટ મંત્રી  કનુભાઈ દેસાઈ,  ઋષિકેશભાઇ પટેલ, કુબેરભાઇ ડિંડોર અને રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, પ્રફુલ્લ ભાઇ પાનશેરિયા કર્મચારી મંડળના સભ્યો સાથે પ્રશ્નોની ચર્ચા કરશે.
 
વધુમાં મંત્રી એ ઉમેર્યું કે, કર્મચારીઓ ના પ્રશ્નોનો સુખદ હકારાત્મક દિશામાં વિચાર થાય તે બાબતે ફરીથી આવતા અઠવાડિયે પાંચ મંત્રીઓની ટીમ સાથે કર્મચારી મહાસંધ શિક્ષક સંઘ સાથે ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી   ખૂબ જ હકારાત્મક રીતે આ પ્રશ્નો જોઈ રહ્યા છે અને આ તમામ સંઘના પ્રશ્નોનો સુખદ અંત આવશે તેમ મંત્રી એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 
 
તેમણે ઉમેર્યું કે, કર્મચારીઓના પ્રશ્નોનો આખરી નિર્ણય માટે આગામી સમયમાં  કર્મચારીઓના પ્રશ્નોનો હકારાત્મક રીતે તેમજ સુખદ અંત આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
 
રાજ્ય સરકારના હકારાત્મક વલણને પરિણામે કર્મચારી મંડળ દ્વારા તા.૧૭મીનો પેનડાઉનનો કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.