ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 27 ફેબ્રુઆરી 2022 (17:12 IST)

ગુજરાતના ફસાયેલા છાત્રોની બેશરમી: VIDEO

રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે અનેક ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે.  યૂક્રેનમાં યુદ્ધના લીધે ભયનો માહોલ છે. એવામાં અનેક સવાલ ઉદભવી રહ્યા છે કે ભારત સરકાર ત્યાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવવા માટે શું કરી રહી છે. એવામાં શનિવારે મોડી સાંજે ભારત આવેલા નાગરિકો પ્રથમ ફ્લાઇટ મુંબઇ લેન્ડ થઇ હતી. આ ફ્લાઇટમાં 219 ભારતીય નાગરિકો સાથે 40 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 
 
ઓપરેશન ગંગાની આ તે કેવી મજાક, આમને અધવચ્ચેથી જ પરત મોકલો. આ વાઈરલ વીડિયોમાં રહેલા વિદ્યાર્થીઓ મહેસાણાના છે સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો છે જેમાં બસમાં બેઠેલા ભારતીઓ આટલી ગંભીર સ્થિતિની મજાક ઉડાવે છે. બચાવી લો.... બચાવી લો... ની હસતાં હસતાં બૂમો પાડી રહ્યા છે.