મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મુંબઈ , મંગળવાર, 5 નવેમ્બર 2019 (11:19 IST)

શિવસેના સાંસદ સંજય રાઉત બોલ્યા - CM અમારો જ રહેશે, તમે જેને હંગામો કહી રહ્યા છો એ ન્યાય અને અધિકારની લડાઈ

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ભાજપા અને શિવસેનામાં ચાલી રહેલ ખેંચતાણ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે એકવાર ફરી કહ્યુ કે મુખ્યમંત્રી અમારો જ હશે. મંગળવારે રાઉતે કહ્યુ, તમે જેને હંગામો કહી રહ્યા છો તે હંગામોનથી. ન્યાય અને અધિકારની લડાઈ છે. મુખ્યમંત્રી શિવસેનાનો જ રહેશે. શપથ ગ્રહણ થઈને રહેશે અને સરકાર રચવા પર લાગેલુ ગ્રહણ દૂર થશે. શરદ પવારના બોલવામાં શુ ખોટુ છે. જે અમારા પર આંગળી ચીંધી રહ્યા છે અમને ખબર છે કે તે પણ શરદ પવાર સાથે બોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શપથ ગ્રહણ પર કોઈને એકાધિકાર નથી. 
 
બીજી બાજુ શિવસેનાના મુખપત્ર સામનામાં મંગળવારે ફરી બીજેપી પર નિશાન સાધ્યુ છે. સામનાના સંપાદકીયનુ શીર્ષક છે દિલ્હી મંદી, મહારાષ્ટ્ર સ્વચ્છ, આગલુ પગલુ ક્યારે ? આગળ લખ્યુ છેકે દેશ અને રાજ્યમાં શુ થઈ રહ્યુ છે તે જાણવાનો અધિકાર દરેક નાગરિકને છે.  તેમા સોમવારે થયેલ ગૃહ મંત્રી અમિત શાહ સાથે ફડણવીસની મુલાકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લખ્યુ છે મુખ્યમંત્રી અમિત શાહને મળીને સરકાર બનાવવાના સંબંધમાં નિવેદન આપી રહ્યા છે. મતલબ ચોક્કસ જ તેમણે જોડતોડ કરી હશે અને બહુમતનો આંકડો મેળવી લીધો હશે. 
 
સાથે જ કહેવામાં આવ્યુ છે કે દિલ્હીની હવા દૂષિત છે. સ્વાસ્થ્ય માટે કટોકટી છે. દિલ્હીના ગંદા વાતાવરણમાં મહારાષ્ટ્રને રોશની બતાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ માટે મુખ્યમંત્રીની જેટલી પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે. કોણ શુ કરી રહ્યુ  છે અને શુ ભાવના છે તે છિપાયુ નથી. બીજેપી 144 અને શિવસેના 100 પાર નથી કરી શકી. ગાજર, મટર, ભીંડા જેવા શાકને 120 પાર કરી લીધા. વધતી મોંઘવારીને કેવી રીતે રોકવામાં આવે એ મોટો સવાલ છે. સત્તાના આંકડાથી વધુ જરૂરી મોંઘવારીના આંકડા ઓછા કરવા છે. 
 
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે અમિત શાહ સાથે મુલાકાત કરી અને રાકાંપા પ્રમુખ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. જ્યારે કે શિવસેના નેતા સંજય રાઉતે રાજ્યપાલ સાથે ભેટ કરી. પણ ત્યારબાદ પણ રાજ્યમાં નવી સરકારની રચનાને લઈને કોઈ સ્પષ્ટ સ્થિતિ બનતી દેખાઈ નહી. જો કે વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થયા 11 દિવસ થઈ ચુક્યા છે. દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત પછી પવારે રાજ્યના મુખ્યમંત્રી બનવાની કોઈ પણ શક્યતાથી ઈનકાર કરી દીધો. 
 
એ પશ્ન પૂછાતા કે શુ રાકાંપા શિવસેનાને સમર્થન આપવા પર વિચાર કરી રહી છે તો પવારે કહ્યુ, શિવસેના તરફથી કોઈએ પણ મારી સાથે આ વાતને લઈને સંપર્ક કર્યો નથી. અમને વિપક્ષમાં બેસવાનો જનાદેશ મળ્યો છે. આ હરિફાઈમાં સામેલ થવા માટે અમારી પાસે પર્યાપ્ત સંખ્યા નથી.