રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 ઑક્ટોબર 2021 (16:23 IST)

અંતે શિવાંશ શિશુગૃહને સોંપાયો, સંભાળ રાખનારાં દીપ્તિબેને જ મૂકવા આવ્યાં, આવી વીતી રાત

ગાંધીનગરના પેથાપુરમાં સ્વામિનારાયણ મંદિર પાસે રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. સમગ્ર રાજ્યની પોલીસને બાળકના ફોટા મોકલી અને એના વિશે તપાસ માટેની જાણકારી આપી દેવામાં આવી છે. હાલમાં ગાંધીનગર વોર્ડ નંબર-2નાં કોર્પોરેટર દીપ્તિબેન યશોદા માની જેમ બાળકની સારસંભાળ રાખી રહ્યાં છે
 
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળાના સેવકને ગઈકાલે રાત્રે સાડાઆઠ-નવ વાગ્યાના અરસામાં દરવાજા પાસે બાળક રડતું હોવાનો અવાજ સંભળાયો હતો. જેથી તેઓ દોડીને દરવાજા તરફ ગયા હતા. દરવાજા પાસે બાળક રડી રહ્યું હતું, આથી સેવકે તરત બાળકને તેડી લઈ તેને શાંત રાખવાનો પ્રયાસ કરી આસપાસ તેના વાલી-વારસોને શોધ્યા હતા, પરંતુ કોઈ ચહલપહલ નહીં જણાતાં તેને ગુરુકુળના સ્વામીને બાળક મળ્યાની જાણ કરી હતી.
 
 શિવાંશને રવિવારના રાતના 7 વાગે શિવાંશને અમદાવાદના ઓઢવમાં આવેલા શિશુગૃહમાં લાવવામાં આવ્યો હતો. તેને મૂકવા માટે કોર્પોરેટર દીપ્તિબેન પટેલ જ આવ્યાં હતાં
કોર્ટ નક્કી કરે તેને કસ્ટડી સોંપાશેમહિલા અને બાળ વિકાસમંત્રી મનીષા વકીલ ઓઢવ બાળ સંરક્ષણગૃહ આવ્યાં હતાં, જ્યાં તેમણે જણાવ્યું હતું કે આજે બાળકને મળવા આવી હતી, બાળક ખૂબ સરસ છે. 30 દિવસ સુધી બાળક બાળ સંરક્ષણગૃહમાં જ રહેશે. 30 દિવસ દરમિયાન કોર્ટ કાર્યવાહી ચાલશે, જે પ્રમાણે કોર્ટ નક્કી કરશે એ પ્રમાણે કસ્ટડી સોંપવામાં આવશે.