શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (12:43 IST)

ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા, અમદાવાદમાં ભાજપના કાર્યકરો કોરોનાને ભૂલી ગયાં

અમદાવાદમાં બુધવારે વાસણા વિસ્તારમાં ધારાસભ્ય અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, કચરાની સફાઈ કરનાર આ મંત્રીઓ અને કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી ગયા હતા. આ કાર્યક્રમમમાં મેયર આવવાના હતાં પરંતુ તેઓ આવ્યા ન હતા.  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા ભાજપ તરફથી અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. પહેલા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયો હતો અને હવે સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરમાં ચારેક જગ્યાએ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક કાર્યક્રમ ગુપ્તાનગરમાં પણ યોજાયો હતો. મેયરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાવાનો હતો. આ કાર્યક્રમમાં એલીસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય રાકેશ શાહ તથા વાસણા વિસ્તારના કોર્પોરેટરો અને પૂર્વ મેયર અમિત શાહ પણ હાજર રહ્યા હતા.જોકે, ઉત્સાહમાં આવેલા આ તમામ લોકો નિયમોને નેવે મૂકીને પોતાનો કાર્યક્રમ પૂરો કરવામાં લાગી ગયા હતા. મંત્રીઓ અને કાર્યકર્તાઓ માત્રને માત્ર એક બીજાને સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવાનું કહેતા રહ્યા, પરંતુ હકીકતમાં તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સિંગના પાળી શક્યા નહોતા. આ કાર્યક્રમમાં 30થી વધુ લોકો જોડાયા જતા અને તમામ લોકો એકબીજાની નજીક રહીને સફાઈ કરી રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતે તેઓએ કહ્યું કે, વધુ લોકો ઉપસ્થિત હોવાથી એવું લાગે કે સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જળવાયું. તેઓએ કહ્યુ હતુ કે લોકોને નિયમ પાળવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફ લોકચર્ચા જાગી છે કે બીજેપીના કાર્યકરો આ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવીને કોરોનાનું સંક્રમણ વધારી રહ્યા છે.