રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 ઑક્ટોબર 2019 (12:31 IST)

એસઓજી ક્રાઇમે કુલ 5.41 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો કબ્જે કરી

છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદની વિવિધ બેંકોમાં ડુપ્લિકેટ ચલણી નોટો જમા થઇ છે. હાલ એસઓજી ક્રાઇમે કુલ 5.41 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો કબ્જે કરી છે. છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદની વિવિધ બેંકોમાં જમા થયેલી નોટો એસઓજી ક્રાઇમે રિકવર કરી છે. આ તમામ નોટોને હાલ એફએસએલ ડિપાર્ટમેન્ટમાં મોકલી આપવામાં આવી છે. નોટબંધીને લગભગ 2 વર્ષથી વધુ જેટલો સમય વીતી ગયો છે.  ડુપ્લિકેટ નોટોમાંથી ઘણીખરી નોટો ઝેરોક્ષ અથવા પ્રિન્ટ થઈ હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસ માની રહી છે. બેંકનો વહીવટી વિભાગ મોટા જથ્થામાં નોટો મશીન વડે ગણાતા હોય છે તેમાં આવી નોટો આવી ગયાનું પોલીસ અને તપાસ એજન્સી માની રહી છે. પોલીસે બે હજારના દરની 123 નોટો, 500ના દરની 235 નોટો, 200ના દરની 185 નોટો, 100ના દરની 1314 નોટો, 50ના દરની 181 નોટો, 20ના દરની 6 નોટો અને 10ના દરની 8 ડુપ્લિકેટ નોટો કબજે કરી છે. જોકે, આ વાત ફક્ત અમદાવાદ શહેરની જ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં કેટલી નોટો ફરી રહી છે તેનો અંદાજ જ લગાવવો રહ્યો.