મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 મે 2021 (08:48 IST)

1 મે ​​2021 થી તેજસ સહિત અમદાવાદની કેટલીક વિશેષ ટ્રેનો રદ રહેશે

કોવિડની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની માંગમાં ઘટાડો થવાના કારણે કેટલીક વિશેષ ટ્રેનોને આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે. રદ કરવામાં આવેલ વિશેષ ટ્રેનો ની વિગતો નીચે મુજબ છે-
 
●    ટ્રેન નંબર 09029/09030 બાન્દ્રા ટર્મિનસ - અમદાવાદ - બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ 1 મે 2021 થી આગળની સૂચના સુધી
 
●    ટ્રેન નંબર 09249/09248 અમદાવાદ - કેવડિયા - અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ 1 મે 2021 થી આગળની સૂચના સુધી
 
●    ટ્રેન નંબર 09336 ઇન્દોર - ગાંધીધામ સ્પેશિયલ 2 મે 2021 થી આગળની સૂચના સુધી અને ટ્રેન નંબર 09335 ગાંધીધામ - ઈન્દોર સ્પેશિયલ 3 મે 2021 થી આગળની સૂચના સુધી રદ કરવામાં આવશે.
 
તેજસ એક્સપ્રેસ 31 મે સુધી રદ રહેશે
વર્તમાનમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના મહામારીની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને IRCTC ના અનુરોધ પર અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ચાલવા વાળી 82901/82902 અમદાવાદ - મુંબઈ તેજસ એક્સપ્રેસને 31 મે 2021 સુધી રદ કરવામાં આવી