ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 ઑગસ્ટ 2022 (10:13 IST)

અમેરિકામાં ‘હાઉ ડી મોદી’માં ઝળકેલા સ્પર્શ શાહે 150 ફ્રેક્ચર સાથે પગને 120 મિનિટ સુધી ઊંચો રાખ્યો

Sparsh Shah, who appeared in 'How D Modi'
અમેરિકા રહેતા સ્પર્શ શાહને જન્મજાત હોસ્ટિયો જેનેસિસ ઈન પરફેક્ટા બિમારી છે. 25 ફ્રેક્ચર સાથે જન્મ થયા બાદ અત્યાર સુધીમાં 150થી વધુ ફ્રેક્ચર થઈ ચૂક્યા છે. તેને 8 સળિયા, 24 સ્ક્રૂ મૂકાયા છે. સ્પર્શે હાર માનવાની જગ્યાએ મોટીવેશનલ સ્પિચ આપવાની શરૂઆત કરી. હાલ તેણે 120 મિનીટ સુધી પગ ઊંચો રાખીને ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું છે. હવે 29મીએ ચેમ્બરના કન્વેન્શન હોલ ખાતે વિનામુલ્યે યોજાનારા કાર્યક્રમમાં સ્પર્ષ પર્ફોમ કરશે.

મારી ઉંમર 19 વર્ષ છે. જન્મથી જ મને 35 ફ્રેક્ચર હતા. ડોક્ટરે કહ્યું હતું કે, બાળક 2 દિવસ પણ જીવશે નહીં. કારણ કે, હોસ્ટિયો જેનેસિસ ઈન પરફેક્ટા નામની બિમારી હતી. જેમાં શરીરને થોડો પણ ઝટકો લાગે તો ફ્રેક્ચર થઈ જાય છે. તેની કોઈ સારવાર નથી. મારા જન્મ પછી મમ્મી પપ્પાએ મને સ્વિકારવારી પેપરમાં સહીં ન કરી. અત્યાર સુધીમાં 150થી વધારે ફ્રેક્ચર થઈ ચૂક્યા છે. પરંતુ મેં હાર માનવાની જગ્યાએ જીંદગીને આવકારવાનું નક્કી કર્યુ. 6 વર્ષની ઉંમરે જ સંગીત શિખવાની શરૂઆત કરી હાલ મોટીવેશનલ સ્પિચ પણ આપી રહ્યો છું.સ્પર્શ શાહે કહ્યું હતું કે, 9 દેશમાં 300થી વધારે કાર્યક્રમોમાં પરફોર્મ કરી ચૂક્યો છું. ગુગલ, ટેડેક્સ, હાઉડી મોદી કાર્યક્રમમાં પણ પરફોર્મ કરી ચૂક્યો છું. 9થી વધારે કોમ્પિટીશન જીતી છે. મારું લક્ષ્ય છે કે, ઈમ્પોસિબલ જીવનને પોસિબલ કેવી રીતે બનાવવું. નિરાશ થનારાને કહેવું છે કે, તમારું પેશન શોધો અને તેની પાછળ પડી જાવ. 100 ટકા સફળ થશો. રિસ્ક લો અને મોટું વિચારો. હંમેશા બીજાને મદદ કરો. મારું વજન કંટ્રોલ કરવા લોંગ રેઈઝ લેગ હોલ્ડ એક્સરસાઈઝ કરી. ધહવે 120 મીનીટ સુધી કરીને ગીનીશ બુકમાં રેકોર્ડ નોંધવ્યો છે. અને મારે આજે 6 પેક છે.