ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 માર્ચ 2022 (16:01 IST)

રાજ્ય સરકારે પાટીદાર આંદોલનમાં થયેલ 10 કેસ પરત ખેંચ્યા, હાર્દિક પટેલ સામેના બે કેસ પરત ખેંચવાની કામગીરી ચાલુ

રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન મામળે થયેલ કેસ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે પાટીદાર આંદોલનમાં થયેલ 10 કેસ પરત ખેચ્યા છે. જ્યારે હાર્દિક પટેલ સામેના 2 કેસો પણ પરત ખેચવાની કામગીરી ચાલુ હોવાની વિગતો સામે આવી છે.

અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ પરત જ્યરે મેટ્રો પોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેચાયા છે. પાટીદાર અનામત આંદોલન વખતે નરોડા,રામોલ,બાપુનગર,ક્રાઈમ બ્રાંચ,અમદાવાદ રેલ્વે,સાબરમતી,નવરંગ પુરા, શહેર કોટડામા 1-1 કેસ હતા નોંધાયેલા. આ સિવાય અન્ય કેસોને પરત લેવા મેટ્રો કૉર્ટમાં 15 એપ્રિલે પરત ખેચવા હાથ ધરાશે સુનાવણી હાર્દિક સામેના રામોલ પોલીસ સ્ટેશનમાં થયેલ કેસ અંગે 15 એપ્રિલના રોજ હુક્મ થશે.વર્ષ 2015માં હાર્દિક પટેલ અને અન્ય કેટલાક યુવાનોના નેતૃત્વમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાટીદાર સમુદાય ઊમટી પડ્યો હતો. તેમની પાટીદારોને અનામત આપવાની માંગ કરી હતી. આ સમયે હાર્દિક પટેલની સભા બાદ ગુજરાતભરમાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં 14 પાટીદાર યુવકોના મોત થયા હતા.

પાટીદારોને ઓબીસી હેઠળ અનામત અપાવવાની માગણીને લીધે ગુજરાતની તત્કાલીન આનંદીબહેન સરકાર પર દબાણ આવ્યું હતું.ગુજરાતમાં અનામત ઑદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. 228 પોલીસ ફરિયાદો રદ કરાઇ છે. હજુ 140થી વધુ કેસો પેન્ડિંગ છે.