શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 માર્ચ 2022 (10:02 IST)

રાજ્ય સરકારને ઈંધણ પર વેટથી 2 વર્ષમાં 34 હજાર કરોડ કમાણી; 5 રાજ્યમાં ચૂંટણી પૂરી થતાં ભાવ વધશે

દેશમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ- ડીઝલના ભાવમાં ધરખમ વધારો થવાને કારણે સામાન્ય લોકોના બજેટ ખોરવાઇ ગયાં છે પણ રાજ્ય સરકારની આવકમાં જંગી વધારો થયો છે. સરકારે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ છેલ્લાં બે વર્ષમાં પેટ્રોલ- ડીઝલ અને સીએનજી, પીએનજીના વેચાણ પર લેવામાં આવતા વેટ પેટે રાજ્ય સરકારને 34,094 કરોડ રૂપિયાની માતબર આવક થઇ છે.રાજ્ય સરકારે વેટ ઘટાડ્યા બાદ પણ આવકમાં આગલા વર્ષની સરખામણીએ ભારે વધારો થયો છે. રાજ્ય સરકારને વર્ષ 2021માં જ 20 હજાર કરોડ રૂપિયાની જંગી આવક પેટ્રોલ- ડીઝલના વેટમાંથી થઇ છે. વર્ષ 2020માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં રાજ્ય સરકારને પેટ્રોલ- ડીઝલ, સીએનજી અને પીએનજીના વેરા પેટે 13,691 કરોડ રૂપિયાની આવક થઇ હતી જ્યારે વર્ષ 2021માં આવકમાં 6700 કરોડ રૂપિયાનો વધારો થતાં કુલ આવક 20,402 કરોડ રૂપિયા થઇ હતી. વેટના દરમાં ઘટાડા પછી પણ સરકારની આવક ઘટી નહોતી.હાલમાં પેટ્રોલ પર 13.7 ટકા અને ડીઝલ પર 14.9 ટકા વેટ વસૂલવામાં આવે છે. આ ઉપરાંત બંને પર 4 ટકા સેસ પણ વસૂલવામાં આવે છે. જ્યારે વાહનોમાં વપરાતા સીએનજી અને ઘરવપરાશના પીએનજી પર વેટનો દર 15 ટકા વસૂલવામાં આવે છે. પેટ્રોલ- ડીઝલ પરના વેટમાં ઘટાડો કરવાને કારણે નાગરિકોને લિટર દીઠ 7 રૂપિયાની રાહત થઇ હોવાનો દાવો પણ સરકારે કર્યો છે.